________________ માનવકાયા દિવસના અન્નદાતાની સેવામાં, અને રાતના સ્વાત્માની સેવામાં : મંત્રી કહે, “મા ! જુઓ, વાત એમ છે કે આ કાયા તમારું અન્ન ખાય છે એટલે એ દિવસના તમારી સેવામાં હતી, તેથી દિવસના એણે તમારું કામ કર્યું. અને રાતના આ કાયા મારા આત્માની સેવામાં હતી તેથી રાતના એણે મારા આત્માનું જીવદયા અને પાપનાં પશ્ચાત્તાપ વગેરેનું કાર્ય કર્યું. રાણી સાંભળીને સજડબંબ થઈ જાય છે, ને પાસે બેઠેલા સામંતરાજા અને અમલદારોને કહે છે “જુઓ, આ નરોત્તમના શબ્દ સાંભળ્યા ? કેટલું ઉમદા અને નિષ્ઠાવાન એમનું હૃદય ! ત્યારે, ક્ષુદ્ર દિલવાળા આપણે એમના ઉમદા દિલને શું સમજી શકીએ ? આવું ઉમદા અને નિષ્ઠાળું દિલ બનાવનાર એમનો જૈનધર્મ કેટલો બધો ઉચ્ચ કોટિનો !' સામંત રાજા વગેરે કહે છે, “વાત આપની સાચી છે. અમે અમારી ભૂલની ક્ષમા માગીએ છીએ, એમ કહીને રાણી અને મંત્રીને વંદન કરે છે. વાત આ હતી, તરંગવતીએ ચિત્રપટ્ટ લઈને સખીને ઉત્સવમાં મોકલી છે એટલે એને ભારે આતુરતા હોય કે મારો પૂર્વ ભવનો પ્રિય મળી ગયાના સમાચાર સખી ક્યારે લઈ આવે ? ક્યારે લઈ આવે ? એવી આતુરતા હોય ત્યાં પ્રતિક્રમણ કરવાનું સૂઝે ? પરંતુ ધર્માત્માને સાંસારિક ગમે તેવા અગત્યના કામ હોય, છતાં એને મન ધર્મ-કર્તવ્ય એ બહુ અગત્યના લાગે છે, એટલે રોજિંદી ધર્મસાધના એ ચૂકે નહિ. | 7. તરંગવતીને સ્વપ્ન તરંગવતી માતાપિતા સાથે પ્રતિક્રમણ કરી લે છે, અને પછી રાતના ઊંઘમાં એને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં એ જુએ છે કે હું એક પર્વત પર ચ છું અને શિખરે જઈ પહોંચું છું. સવારે એ જાગ્યા પછી માતાપિતાને પગે પડવા જાય છે, અને પગે પડીને નમસ્કાર કરી પિતાને કહે છે, બાપુજી ! આજે રાતના ઊંઘમાં મેં પર્વતના શિખર પર ચડી ગયાનું સ્વપ્ન જોયું, એનું શું ફળ મળશે ?' પિતા ઋષભસેન કહે છે, “જો બહેન ! સ્વપ્નમાં હાથી, બળદ, મકાન, પર્વત કે ક્ષીરવૃક્ષ પર ચડી જવાનું દેખાય, અથવા સમુદ્ર કે નદી તરી ગયાનું જોવામાં આવે, તો કોઈ પણ પ્રકારના દુ:ખમાંથી છૂટકારો થાય છે; તેમજ 1 2 2 - તરંગવતી