________________ પુરુષને સ્ત્રીલિંગ નામની ચીજનો લાભ થાય છે, ને સ્ત્રીને પુલ્લિગ નામની ઇષ્ટ વસ્તુનો લાભ થાય છે. એમાં ય જો પહેલી રાત્રે સ્વપ્ન જોયું હોય તો એ છ મહિનામાં ફળે છે. મધ્યરાત્રિનું સ્વપ્ન ત્રણ મહિને, પાછલી રાતનું દોઢ મહિને અને બ્રાહ્મ મુહૂર્તનું સ્વપ્ન એક સપ્તાહમાં ફળે છે. કન્યાએ આ સ્વપ્ન જોયું હોય તો એને સારા પતિનો ને ધનનો લાભ થાય છે તો પુત્રી ! તને ઉત્તમ પતિનો લાભ થશે. એવું તારું ઉત્તમ સ્વપ્ન કહે છે. ઋષભસેન શેઠનો બોધ કેટલો વિશાળ હશે એનો આ પરથી ખ્યાલ આવે છે. પૂછશો, પ્ર.- ગૃહસ્થને આટલો બધો બોધ ? ઉ.- આ પ્રશ્ન થવાનું કારણ વાતોડિયાપણાનો સ્વભાવ લાગે છે. જો એવો સ્વભાવ ન હોય તો એવી વાતોચીતોમાં વેડફાઈ જતા સમયનો સારો ઉપયોગ થાય, શાસ્ત્ર વાંચનનું કામ રખાય, અને એથી નિરંતર બોધની વૃદ્ધિ થતી રહે. પરંતુ, વાતોડિયાપણું એ મૂર્ખ રહેવાનો ધંધો છે. એ કેમ ચાલુ છે ? તો કે જીવને જ્ઞાનની ભૂખ નહિ, અને મનની નિ:સત્ત્વતા એવી કે વાતો વગેરે ફિજૂલ ક્રિયાની લાલચને વશ થઈ જવાય, એટલે જ્ઞાન પ્રાપ્તિનો વ્યવસાય શી રીતે કરી શકે ? જ્ઞાનપ્રાપ્તિનાં 3 સાધન :જ્ઞાનસંપત્તિ પ્રાપ્ત કરવા ત્રણ ચીજ જોઈએ, - (1) જ્ઞાનની ભૂખ જાગતી રહેવી જોઈએ, * (2) વાતચીતોની લાલચ ફગાવી દેવાનું સત્ત્વ જોઈએ, અને * (3) શાસ્ત્રોનો વ્યવસાય જોઈએ. વાતોના વ્યસનમાં કેટલા મોટાં નુક્સાન ? (1) જ્ઞાનપ્રાપ્તિનો સમયનાશ, (2) જ્ઞાનપ્રાપ્તિની અટકાયત, (3) બાહ્યરસની વૃદ્ધિ, (4) આભ્યન્તર હિતમાં નીરસતા. (1) વાતચીતોનું વ્યસન સંતોષવા જતાં એટલો સમય શાસ્ત્રવાંચનમનનો શુભ વ્યવસાય ગુમાવવાનું થાય છે, એથી (2) એટલો શાસ્ત્રબોધ પ્રાપ્ત કરવાનો રહી જાય છે. જો વાતોમાં ન કર્મ ! તારી ગતિ ન્યારી 1 23