________________ ગયા. દીવાન બધા સરંજામ અને રાણીને સાથે લઈ ઊપડે છે. નગરની બહાર નીકળ્યા, લશ્કર વ્યુહ ગોઠવાઈ ગયા. પડાવ પડ્યો, વહેલી સવારે પરોઢિયે દીવાન પ્રતિક્રમણ કરવા બેસે છે. પ્રતિક્રમણની જયણાની ક્રિયા જોતાં અને ઇરિયાવહિયં વગેરે સૂત્ર સાંભળતાં સામતરાજા અને નાના મંત્રીઓ સ્તબ્ધ થઈ ગયા કે અહીં યુદ્ધભૂમિ પર આ ધર્મક્રિયા ! પરંતુ માનવ જન્મમાં ધર્મનું કેટલું ઊંચું મહત્ત્વ છે એ નહિ જાણનારા ને યુદ્ધ ઉપર જ દષ્ટિવાળા એ જઈને રાણીને કહે છે. મહારાણી સાહેબ ! માફ કરજો, આ યુદ્ધ તમે જીતી રહ્યા !! રાણી કહે,- કેમ શું છે ? આપણાં દીવાન એવા બાહોશ અને શૂરવીર છે કે વિજયમાં શંકા નથી.” પેલા કહે “પરંતુ મારા સાહેબ ! એ શું લડશે ? હમણાં જુઓ તો દેખાશે કે લૂગડાના છેડાથી હાથ વગેરેને અને પોચા ઉનના સાધનથી ભૂમિને જીવ ન મરે, જીવાત ન મરે એમ પૂજે પ્રમાર્જે છે, અને એગિદિયા બેઇંદિયા કહી સૂક્ષ્મ જીવ માર્યાનો સંતાપ કરે છે ! એ શી રીતે મોટા હાથી ઘોડા અને માણસોનો સંહાર કરી શકે ? યુદ્ધમાં તો આ બધું કરવું પડશે. રાણીને દિવાન પર પૂરો ભરોસો છે કે આ મને વફાદાર એવો છે કે મારું કામ કદી બગાડે નહિ,” એટલે મંત્રી પર શંકા કરનાર પેલાઓને કહે છે ચૂપ રહો, હું મંત્રીને એના પરાક્રમને અને એની નિષ્ઠાને બરાબર જાણું છું' એ તો પછી મંત્રીનું પ્રતિક્રમણ પૂરું થયું, સૂર્યોદયે ખૂનખાર યુદ્ધ શરૂ થયું, પ્રતિક્રમણ કરનાર એ મુખ્ય મંત્રીએ મોખરે રહી વિજય સાધ્યો ! પરંતુ એમાં એના શરીર પર ઘા સારા પડી ગયા. એને ખાટલામાં નાખી છાવણીમાં લઈ આવ્યા. ઘા પર મલમપટ્ટા કરવામાં આવ્યા. રાણી પાસે બેઠી છે, મંત્રીને શાંતિ વળતાં રાણી કહે છે, ‘મંત્રીશ્વર ! તમે તો ગજબ પરાક્રમ બતાવ્યું ! મારા કાર્યમાં આ તમારી નિષ્ઠા ? જીવ સટોસટનાં ખેલ સાથે ઝઝુમવાનું ?' | ‘મંત્રી કહે, મા ! તમારું અન્ન ખાઉં છું એટલે તમારું કાર્ય માટે પ્રાણના ભોગે પણ બજાવવું જ જોઈએ, એમ મારો ધર્મ મારા ભગવાન શીખવે છે. રાણી કહે પણ મંત્રીશ્વર ! એક સવાલ પૂછું? તમે પરોઢિયે ઊઠીને તો ઝીણો પણ જીવ ન મરે, જીવ ન મરે, એવી ક્રિયા કરતા હતા ! ને એચિંદિયા બેઇદિયા બોલી અજાણતા પણ ઝીણો પણ જીવ મર્યાનો ખેદ પ્રગટ કરતા હતા ! તો તમે આવી મોટા જીવોની હિંસાની લડાઈ શી રીતે લડી શક્યા ?' કર્મ ! તારી ગતિ ન્યારી 1 21