________________ આ ભાવનાનુસારે આરાધના કરનાર કદાચ કોઈ સાંસારિક ઇચ્છા પૂરવા પ્રયત્ન કરે એ વસ્તુ પર રાગ કરે, તેથી કાંઈ એ ધર્મનો અશ્રદ્ધાળુ કે વિષક્રિયા કરનારો નથી બનતો; એમ યોગબિન્દુ શાસ્ત્ર કહે છે, અને પૂર્વના ધર્મપ્રિય શ્રાવકોનાં જીવનમાં આવું દેખાય પણ છે. “ભક્તામર’–સ્તોત્રની એકાદ એકાદ ગાથાનું આલંબન લઈને ભક્તોએ સાંસારિક ભયંકર વિદ્ગો ટાળ્યા છે, ને લૌકિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે. વિશેષતા તો એ થઈ છે કે ઈષ્ટસિદ્ધિ થઈ જતાં એમણે ધર્મને પડતો નથી મૂક્યો, ઊલટું ધર્મશ્રદ્ધા અને ધર્મપ્રવૃત્તિ વધારી છે. આવા ઢગલાબંધ દાખલા શાસ્ત્રમાં અંકિત છે. તેથી “સંસારના હેતુ માટે ધર્મ કરનારો એકાંતે દુર્ગતિગામી છે” એવું બોલવું એ કેટલું શાસ્ત્રસંગત અને વાજબી કહેવાય ? તરંગવતી સાધ્વીજી કહી રહ્યા છે, “ગૃહિણી ! સારસિકા ચિત્રપટ્ટ લઈને ગઈ. અલબત હવે એ શું કરી લાવે છે ? પૂર્વ પ્રિય પતિ મળી જશે ને ?" એવી આતુરતા નહિ કે જે ધર્મ ભુલાવી દે. એટલે સૂર્યાસ્ત થયે ઘરની પોષધશાળામાં માતાપિતાની સાથે એણે પ્રતિક્રમણ કર્યું. જીવનમાં બીજું બધું તો કર્મ સંયોગના અનુસાર ચાલ્યા જ કરવાનું છે, પરંતુ શ્રાવકપણાની દિનરાતની ધર્મચર્યામાં શા માટે ખામી રાખવી ? કહો, સમકિતીને દુન્યવી વિષયની આતુરતા ધર્મ ન ભુલાવે. મંત્રીનું યુદ્ધભૂમિ પર પ્રતિક્રમણ : તમને યાદ હશે પૂર્વકાળની આ વાત છે, રાણીનું રાજય હતું, દીવાન જૈન હતો કુશળતાથી રાજ્ય સંભાળતો, એમાં સીમાડાના રાજાના મનને થયું કે આ બાઈ માણસ શું રાજય સંભાળી શકે ? એને મારી હકુમતમાં લઈ લઉં,’ એમ ધારી લશ્કર લઈને એ ચડી આવ્યો. સીમાડા પરના માણસોએ રાણીને ખબર આપ્યા. એણે તરત દીવાનને વાત કરી પૂછ્યું “કેમ કરશું ?' દીવાન કહે “મહારાણી સાહેબ ! જરાય મુંઝાવાની જરૂર નથી, લડી લઈશું. રાણીને જોવું હતું કે દીવાન કેવી રીતે યુદ્ધ ગોઠવે છે, તેથી રાણી કહે તો હું યુદ્ધ જોવા આવું? દીવાન કહે “આપને યુદ્ધમાં કાપાકાપ જોતાં ગભરામણ ન થાય તો ખુશીથી પધારો; અને આપણા તરફથી સામતરાજાઓને પણ મદદ આવવા કહેવરાવી દઉં છું' સેના તૈયાર કરી, સામંતરાજાઓ પણ પોતપોતાની સેના સાથે આવી 1 2) - તરંગવતી