________________ સમાગમનું સુખ ઇચ્છે છે, છતાં પણ વાસ્તવમાં સંસાર સુખો ખોટાં એમ અંતરમાં બેઠું હોવાથી, હવે પૂર્વ પ્રિય ન મળે તો બીજા કોઈને પ્રિય કરવો નથી, ને સર્વ પાપ ત્યાગરૂપ ચારિત્ર લઈ માનવ જનમને અને જીવનને સાર્થક કરવા એજ વાજબી માને છે. આ સમ્યત્વનો જળહળતો પ્રકાશ છે. સમકિતી અવિરતિને ઇન્દ્રિયોના સુખ ગમે છે સારા લાગે છે, પરંતુ એના અંતરને હૈયાને સુખ ભૂંડા લાગે છે. મિથ્યાત્વીને હૈયાને પણ સુખ સારા લાગે છે. તેથી એમનામાં એક બાજુ ભલે કોઈ રાગની પ્રવૃત્તિ દેખાય, પણ બીજી બાજુ હૈયામાં સંસારની અસારતાનું દર્શન જાગતું હોય છે, સંસાર પ્રત્યે અંતરના ઊંડાણમાં સૂગ પડેલી હોય છે. આ તો જ બને કે અહીં મળેલ અતિ દુર્લભ જિનશાસનની કિંમત સમજાય, જૈનધર્મની પ્રાપ્તિની કિંમત સમજાય, કે જગતમાં ઘણું બધું કિંમતી કિંમતી પણ પ્રાપ્ત કરવું સહેલું છે, પરંતુ જૈનધર્મ પ્રાપ્ત કરવો અતિ અતિ મોઘો છે, અતિ દુષ્કર છે; ત્યારે જૈનધર્મ-જિનશાસન મળ્યા પર જીવનમાં કેટકેટલું અદ્ભુત પણ સુલભ બન્યું છે ! જિનશાસનની વિશિષ્ટ બક્ષીસો : મળવાનું ભાગ્ય ક્યાં છે ? ત્યારે આપણને અનંતા અરિહંત મળ્યા તેથી ‘નમો અરિહંતાણં' “નમો જિણાણે બોલીએ ને જો માનસિક ઉપયોગ હોય તો આપણો નમસ્કાર ભૂત ભવિષ્ય વર્તમાનના અનંતા અરિહંત ભગવંતોને પહોંચે છે ! આ તો એક પરમેષ્ઠી, એવા બીજા ચાર પરમેષ્ઠી અને નવકાર મંત્ર એ જૈનધર્મની બક્ષીસ છે. કેવી ત્રસ જીવોની પણ શક્ય દયા ! કેવા અલૌકિક વ્રત-નિયમો અને પર્વ તિથિએ તપ ! કેવો સ્યાદ્વાદનો સિદ્ધાન્ત ! તીર્થાધિરાજ શત્રુંજય વગેરે કેવા મહાન તીર્થો ! કેવા ઐતિહાસિક મહાન પૂર્વ પુરુષો અને સતીઓનાં ચરિત્ર ! વગેરે વગેરે બધું જ અદ્ભુત ! એ મળ્યાનો હૈયે હરખ હરખ રહેવો જોઈએ. વારે વારે મનની સામે આ આવ્યા જ કરવું જોઈએ, તો જ પછી જીવનમાં એની આરાધના કરી લેવાની મુખ્ય ઊલટ રહે. મનને એમ થાય કે, જીવન તો જવા બેઠું છે, પાણીના રેલાની જેમ વહી ચાલ્યું છે, એટલે જ્યાં જ્યાં અવસર હોય ત્યાં ત્યાં એ જિનશાસનના અંગોની આરાધના કમાઈ લેવી છે. 119