________________ પાછો ભુખાવો થવાનો. ત્યારે દાનમાં દીધેલું પુણ્યરૂપે સધ્ધર મૂડી સ્વરૂપ બની જશે.” આમ વિચારી શ્રાવકે જે રાગ મમતા તોડ્યા, પાપ સંજ્ઞા દબાવી, ને એની સાથે દાન દીધાં, એનું મૂલ્ય ઘણું ઊંચું, એટલે એ મગધ સમ્રાટને ત્યાં નંદીષેણ રાજકુમારનો જન્મ પામ્યો ! તે પણ એવો કે ભગવાન મહાવીરદેવની વાણી સાંભળી મહાવૈરાગી બન્યો ! સાધુ બન્યો અને મોહને તોડવા મહાતપસ્વી બન્યો ! તપસ્વી એવો કે એનાથી દુર્લભ અને મહાકિંમતી લબ્ધિઓ ઊભી થઈ ગઈ ! નંદીષેણ મુનિની લબ્ધિઓ કેવી ? આંખના મેલથી આકાશમાંથી સાડા બાર ક્રોડ સોનૈયા વરસાવી દે એવી ! તેમજ વેશ્યાને ત્યાં બેઠા બેઠા વાણીની લબ્ધિથી રોજ દશ જણાને પ્રતિબોધ પમાડી મુનિપણું લેવા મોકલે એવી લબ્ધિ ! આ શાનું ફળ? નિરાશંસ ભાવે અને શ્રદ્ધા સત્કાર અને વિનયભાવથી સંભ્રમ-અપૂર્વ હર્ષોલ્લાસથી સુપાત્ર દાન દીધેલું, તેથી અભુત પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જેલું, એનું એ ફળ. તરંગવતીનો ચિત્રપટ્ટ બજારમાં : તરંગવતી કહે છે “કૌમુદી મહોત્સવના દિવસે નગરમાં આવા દાન ચાલેલાં મેં પણ સવારે ઉઠી આવશ્યક વિધિ અને પરમાત્મા ભક્તિ કરી, સુપાત્ર દાન દીધાં, પછી ઉપવાસનું પારણું કર્યું. હવે એ સારસિકાને, પોતે જે તૈયાર કરેલ ચિત્રપટ્ટને કૌમુદી મહોત્સવમાં ખુલ્લો મૂકવાનું ધારેલું, તે કહી બતાવતાં કહે છે, “જો સખી ! આ ચિત્રપટ્ટ જાહેર કોઈ જગાએ જયાં બધાનું આગમન હોય ત્યાં ખુલ્લો મૂકી તું બાજુમાં ઊભી રહેજે અને ચિત્રપટને ધારી ધારીને જોનારના મોના ભાવ પરખજે. ત્યાં ખાસ આ ધ્યાનમાં રાખજે કે જેને આ જોતાં પોતાના પૂર્વ જન્મનું સ્મરણ થશે તેના મો પર ને આંખોમાં અવનવો હરખ ઊભરાતો દેખાશે ! અને એ પૂર્વના અનુભવ યાદ કરીને પોતાની પૂર્વ પ્રિયા ચકોરીને મળવા ઉત્કંઠિત થશે. એ વસ્તુ એની આંખમાં રાગ ઊભરાતો દેખાવાથી સમજાશે. 116 - તરંગવતી