________________ વિવિધ દૃષ્ટિઓ : જો દષ્ટિનો નિયમ સમજી રાખ, અંતરમાં ભારે રુક્ષતા હોય એની દષ્ટિ સાવ લુખ્ખી હોય છે. ત્યારે જો પ્રસન્નતા હોય તો એની દૃષ્ટિ ઉજળી સફેદ હોય છે. પણ જો વીતરાગ હોય તો એમની દષ્ટિ મધ્યસ્થ હોય છે, ન ઉપરની ભમ્મર તરફ ખેંચાયેલી, કે ન નીચેની પાંપણ તરફ ઢળેલી. જો અંતરમાં સામા તરફ દયા ઊભરાઈ હોય તો એની દૃષ્ટિ સહેજ નીચી ઢળેલી ને કરુણાભીની હોય છે. અસ્તુ. એટલું ધ્યાનમાં રાખજે સખી ! કે જો આ ચિત્રપટ્ટ જોતાં કોઈ ભાઈ મૂચ્છ ખાઈ જાય, તો સમજવું કે એને ચિત્રપટ્ટ જોતાં પૂર્વ જન્મનું સ્મરણ થયું હોવું જોઈએ. પછી એની મૂચ્છ ઊતરી ગયે એની આંખ શોકભીની દેખાશે, અને પૂછશે કે આ ચિત્ર કોણે તૈયાર કર્યું છે? જો આવું બને તો તું જાણી લેજે કે એજ મારા હૃદયના નાથ છે; અને તું એના રૂપરંગ આકૃતિ વગેરે ધારી લેજે, જેથી પછી મળવાનું કરાય તો તું ઓળખી શકે કે આ એ જ છે. સાથે સાથે તું સાથેવાળાને પૂછી લેજે કે આ મૂર્છા આવી એ કોણ છે ? કોના દીકરા? ક્યાં રહે છે ? વગેરે વગેરે... બસ, લઈ જા ચિત્રપટ્ટ , અને કાલે મને અહેવાલ આપજે કે શું શું બન્યું. જો આ કામમાં બરાબર સાવધાન રહેજે; કેમકે મારે તો જો એ પૂર્વ પ્રિયનો યોગ બની આવ્યો, તો તો મારા શોકનો અંત આવશે; અને જો હું મંદભાગિની હોઇશ અને યોગ નહિ બની આવે, તો મારો નિર્ધાર મોક્ષમાર્ગ ચારિત્ર અપનાવવાનો છે; કેમકે એવું જીવતર નિરર્થક છે કે જયાં પ્રિયનો સમાગમ ન હોય, અથવા ધર્મનું આચરણ ન હોય.” તરંગવતીના એકેક બોલ વિચારવા જેવા છે. અલબત એણે જે સખીને ચિત્રપટ્ટ જાહેરમાં ખુલ્લું મુકવા અંગે ભલામણો કરી, એ બધી સંસારની રામાયણ છે, પરંતુ એમાં તરંગવતીની ચોકસાઈ જોવા જેવી છે. જેથી ખ્યાલ આવે કે જીવની જો આત્મા અને એના ધર્મ બાબતમાં આવી ચોકસાઈ આવી જાય તો જીવ ન્યાલ થઈ જાય ! આદ્રકુમારની ચોકસાઈ : અનાર્ય દેશના રાજપુત્ર આન્દ્રકુમારને અભયકુમારે મોકલેલ જિનમૂર્તિને ચોકસાઈથી જોતાં એને પૂર્વ ભવનું સ્મરણ થયું, ને આ ચોકસાઈ આવી ગયેલી, તેથી હવે એ આર્યદશમાં ભાગી ન જાય એ માટે એની સેવામાં રખેવાળ તરીકે કર્મ ! તારી ગતિ ન્યારી 1 17