________________ રોમાંચ સાથે હર્ષ અનુભવાય, એ.. સત્કાર. વિનય એ, કે પોતે નમ્રભાવ-સેવકભાવ મનમાં રાખીને દાન કરવાનું. દાન દેતાં મનમાં થાય કે, “આ મુનિ મહારાજ મારા કરતાં ઉચ્ચ જીવન જીવનારા છે. હું એમનો સેવક છું, એ મારા સેવ્ય-પૂજય છે.' દિલના આ ભાવ સાથે હાથ અંજલિ જોડેલા અને મુખમુદ્રા પણ નમ્ર ભાવની રખાય. આવી શ્રદ્ધા-સત્કાર અને વિનય સાથે તપ સંયમમાં ઝીલતા મુનિઓને દાન કરાય એનું ફળ ઊંચું ગોત્ર, નિર્મળ યશ, ને નિર્મળ સંપત્તિ લાવી આપનારા પુણ્યનો બંધ થાય... શુભ પાત્રથી આવા શુભ પુણ્યનો બંધ થાય, અને અશુભ પાત્રથી હલકા પુણ્યનો બંધ થાય. એના પર પૂર્વનું એક દૃષ્ટાન્ત, નંદીષેણ અને સેચનક હાથીનું દૃષ્ટાન્ત : નંદીષેણ તે શ્રેણિકરાજાના પુત્ર, જેણે પૂર્વ જન્મમાં શ્રાવકપણે મુનિઓને ખૂબ ભાવથી દાન દીધેલું, તે પણ મુનિઓને શોધી શોધી લાવીને દાન દીધેલું, ત્યારે સેચનક હાથીએ પૂર્વભવે બ્રાહ્મણોને ચોર્યાશી જમાડેલી. ફળમાં કેટલો ફરક? ખૂબી કેવી થઈ ? શ્રાવકને દાન માટે માલ એજ ચોર્યાશી જમાડનાર બ્રાહ્મણને મળેલો ! તો પૂછો, - પ્ર.- શું પારકા માલથી સુપાત્રદાનનો આવો મોટો લાભ ? ઉ.- ના, પારકો માલ પોતાનો થઈ ગયેલો, પછી દાન કરેલું, વાત એમ હતી કે બ્રાહ્મણને ચોર્યાશી જમાડવી હતી, એમાં વ્યવસ્થામાં મિત્ર શ્રાવકની સહાય લીધેલી. જમણનો યશ મળેલો તેથી બ્રાહ્મણે જમણમાં વધેલો માલ લાડુઘી વગેરે શ્રાવકને ભેટ કર્યા. ત્યારે શ્રાવકે વિચાર્યું કે ભેટના માલ પર સુંદર ભાવના : “આ આયતો માલ છે, મુનિ મહારાજો માટે નિર્દોષ છે. એમના માટે બનાવેલો કે ખરીદેલો નથી, તો આવા શુદ્ધ નિર્દોષ માલથી મુનિઓની જે ભક્તિ થાય, તે ઉચ્ચ ફળ લાવનારી બને. માલને દાનના બદલે ઘરમાં રાખી દઈ દિવસો સુધી ખાઉં એમાં કયો આત્મિક લાભ થવાનો હતો ? ઊલટું, રાગ આસક્તિ મમતા અને આહાર વિષય પરિગ્રહ સંજ્ઞાનાં પોષણ થશે, ને એથી અઢળક પાપ બંધાશે. એના બદલે અઢળક પુણ્ય બંધાવનારું સુપાત્રદાન શું ખોટું ? જાત-ભોગમાં તો પાછું ખાધેલું ખોવાઈ જવાનું. બીજે જ દિવસે જીવ કર્મ ! તારી ગતિ ન્યારી 1 15