________________ પર ને સુકૃતકારક પર સદ્ભાવ છે, એમ એના પ્રતિપક્ષી દોષ-દુકૃતો પ્રત્યે અભાવનો લાભ થાય છે. તરંગવતી જે નગરીમાં રહેતી ત્યાંના લોક ભારે દાનરુચિવાળા હતા, તેમજ એમાં ય વિવેકી માણસો. દેવાધિદેવના મંદિરમાં પ્રભુના પૂજન સત્કાર ઉપરાંત સુપાત્ર મુનિઓની ભક્તિ સત્કાર ભારે કરતા. લોકોની આ માન્યતા હતી કે અહિંસા સંયમ અને તપને આરાધનારાઓની દાન ભક્તિ કરવાથી સારા કુળમાં જન્મ મળે છે, આરોગ્ય મળે છે; માટે આપણે સુપાત્રદાન ખાસ દેવું. કોઈ પણ દીનદુખિયારાને અનુકંપા દાન દેવાય. એમાં એવા ચોર જેવાય કોઈક આવી જવા સંભવ; પરંતુ અનુકંપાદાન એટલે ભૂખ્યા કે પીડિત આદિ દુ:ખીના દુઃખ ફેડવા અપાતું દાન. એવા દાન સમયે યાચકમાં ભેદ નથી પડાતો; નહિતર દુઃખીના દુ:ખ પર ઉપેક્ષા કરવા જતાં કરુણા કરવાનું ગુમાવી હૈયામાં કઠોર પરિણામ કરવાનું થાય. સમ્યકત્વના પાંચ લક્ષણ પૈકી ચોથું લક્ષણ અનુકંપા છે, ને એમાં દ્રવ્ય દુઃખી અને ભાવદુ:ખી બંનેની પોતાની શક્તિ અનુસાર દયા કરવાની કહી છે. એટલે જ કસાઈ જેવો પણ પાણી વિના તર તરફડી મરતો હોય તો એને પણ પાણી પાવું જોઈએ. નહિતર એ બિચારો તરસથી ભારે અસમાધિમાં મરી વિશેષ હલકી ગતિમાં રખડી પડે. સુપાત્રદાનનું મહત્ત્વ : બાકી સુપાત્રદાન માટે લોક સમજતા કે સુનિહિત અર્થાત્ જેમનો સર્વજ્ઞ કથિત જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તમાચાર અને વીર્યાચારમાં સારો પ્રયત્ન છે, એવા તપસ્વી સંયમી મુનિમહાત્માઓને કરેલું દાન એટલે સુપાત્રદાન છે; અને સુપાત્રદાનનો નાશ થતો નથી, અર્થાત્ સુપાત્રદાન સફળ જ બને છે, તેમજ એથી ભવાંતર માટે દાનને સંસ્કાર ઊભા થઈ દાન આગળ ચાલે. અલબત દાન દેવાય તે ખૂબ શ્રદ્ધા સત્કાર અને વિનયપૂર્વક દેવું જોઈએ. શ્રદ્ધા છે કે, આ ત્યાગી મુનિઓ એ જ દાન માટે ખરેખરા સુપાત્ર છે, ને એમને દીધેલું આપણા પોતાના આત્માના મહાકલ્યાણ માટે થાય છે, ભવનાં બંધન છેદનારું બને છે, એવો અટલ વિશ્વાસ, સત્કાર એ, કે મુનિઓને ખૂબ આદર, સંભ્રમ યાને નિધાન પ્રાપ્તિ જેવો હર્ષ, તથા બહુમાનથી આવકારાય, અને એમને ખપે એવા વિશિષ્ટ પદાર્થનો લાભ આપવા આગ્રહ કરાય. તથા ગદ્ગદ દિલથી દાન દેવાય, એ દેતાં - તરંગવતી 1 14