________________ કામ કરે છે. મૂર્તિનો વિરોધ કરનારને ગમ નથી કે (1) એ કરીને અમે ભગવાનની મૂર્તિ અને ચિત્ર વગેરેની દર્શન-પૂજાથી હજારો ભવ્ય જીવોને વંચિત રાખી કેવાક અંતરાય મહાપાપ બાંધીએ છીએ ? (2) ભવ્યાત્માઓને વીતરાગની મૂર્તિ અને ચિત્રથી ઉત્પન્ન થવા શક્ય શુભ અધ્યવસાયોથી કેવા વંચિત રાખીએ છીએ ? સંસારી જીવનમાં જયારે અશુભ અધ્યવસાયો ઠમઠોક ચાલે છે, ત્યાં વીતરાગની મૂર્તિ ને ચિત્ર મનને ખેંચી એમાંથી બચાવી લે છે, ને શુભ અધ્યવસાયોની ભેટ કરે છે ! કેવો મહાલાભ ! ત્યારે આ જીવનમાં ખાસ કરવા કમાવા જેવું શું છે ? કહો, મનના શુભ અધ્યવસાયો. શુભ ભાવો માટે જ ધર્મ ક્રિયાઓ છે, ધર્મ-યોગો છે, ધર્મની સાધનાઓ છે. જિનાગમની જેમ જિનપ્રતિમા યાને વીતરાગની મૂર્તિ શુભ અધ્યવસાયનું પ્રબળ સાધન છે, કહ્યું છે ને, ‘વિષમકાળે જિનબિંબ-જિનાગમ ભવિયણકું આધારા” ચિત્રની વાત હતી, તરંગવતી પૂર્વ જન્મનું પોતાના પ્રિય સાથેનાં જીવનપ્રસંગોને આલેખતું ચિત્ર બનાવી, પછી એને ગંભીરતાથી જોતાં એના દિલમાં શોક ઉછળે છે. જાતિસ્મરણ જ્ઞાનથી જે શોક થયેલો એમાં આ ચિત્ર વધારો કરે છે. માટે બીભત્સ ચિત્રો શૃંગારી ચિત્રો સ્ત્રીનાં ચિત્ર વગેરે જોવાની ખાસ મનાઈ છે. તરંગવતી રોતી હતી એને સખી સારસિકા કહે છે,- “બેન ! શું કામ રડે ? હું જાણું છું તને પ્રિયના વિરહનું દુઃખ છે, પરંતુ આમ રોવાથી એનો સમાગમ થોડો જ મળવાનો ?' જ્ઞાની કેમ મોહવશ ? : પ્ર.- તરંગવતી તો સારું ધર્મનું ભણેલી અને સમજુ છે, તો એ કેમ આમ રોતી હશે ? ઉ.- જ્ઞાનીઓ કહે છે મોહનીયકર્મની એવી પ્રબળતા છે કે એ ઉદયમાં આવતાં જીવને શૂનમૂન બનાવી દે, સાનભાન ભુલાવી દે. આપણને ખબર નથી કે આપણા આત્માના કોથળામાં કેવાં કેવાં ને કેટલાં કર્મ સંગૃહીત પડેલા છે? માટે જ એ ઉદયમાં આવે એ પહેલાં જ એનો ક્ષય કરનારી શક્ય એટલી જિનભક્તિ જિનવાણી, ત્યાગ અને દાનાદિ ચાર પ્રકારનો ધર્મ સેવતા રહેવાનું છે, જેથી એવા મોહનીય કર્મ નષ્ટ થઈ જાય, તો એના દુ:ખદ વિપાક ભોગવવા ન પડે. કર્મ ! તારી ગતિ ન્યારી 107