________________ વરસો પૂર્વે સાધારણ ખાતાના માથે દેવદ્રવ્યનું 4OOOO રૂપિયાનું દેવું ખેંચાયા કરતું હતું; તેથી મેસાણાના એક મુંબઈવાસી ભાઈને લાગી આવ્યું. પોતાની તેવી સ્થિતિ નહિ, તેથી એકવાર એક સામયિકમાં છપાયેલ કાર્ટુન ખીસામાં ઘાલી ટીપ કરવા નીકળી પડ્યા. પહેલા પહેલાં એક મેસાણાના શ્રીમંતને ત્યાં જઈને એમણે વાત કરી કે, આપણા સંઘની કેવી કમનસીબી છે કે સાધારણ ખાતાને આટલું દેવદ્રવ્યનું દેવું વર્ષોથી ખેંચાતું રહે છે. આ દેવું એટલે ? આપણે દેવદ્રવ્યનું ખાઈએ છીએ. તમારા જેવા સુખી આગેવાન શેઠ છે ને આમ ? પેલા ભાઈ કહે “ચમનભાઈ ! શું થાય ? એકલેથી થોડું પહોચાય એવું છે ? લો તમે ટીપ કરતા હો, તો મારા લખી લો 500/- રૂપિયા !! ચમનભાઈ કહે શેઠ મારા ! તમારા જેવાના 500 રૂ.ના મથાળિયાથી 40 હજારની રકમ થવાની છે ?' શ્રીમંત કહે જુઓ ભાગ્યશાળી ! અમારે પણ બીજી ટીપો વગેરે ભરવાનું, જોવાનું હોય છે ને ? ત્યાં ચમનભાઈએ ખીસામાંથી કાર્ટુન કાઢી બતાવ્યું. કાર્ટુનમાં શું ચિતરેલું હતું ? : ચાર માણસો નિર્જન વેરાન ભૂમિ પર ખાંધે એક મડદાની ઠાઠડી ઉપાડીને ચાલતા હતા, આગળ એક દોણીવાળો, ને પાછળ ત્રણ ડાઘુ મોઢે કપડું દઈ રોતા રોતા ચાલતા હતા. બસ, આટલી જ આકૃતિઓ, બાકી વિશાળ પ્લેઈન જમીન અને ઉપર આકાશ દેખાતું હતું. ચમનભાઈ આ કાર્ટુન બતાવીને કહે - જુઓ, શેઠ ! અંતકાળે આપણી આ દશા થવાની છે. આજે પાસે ભલે લાખો રૂપિયા હોય, પણ અહીંથી વિદાય લેતાં એક તાંબિયો પૈસો સાથે નહિ લઈ જઈ શકાય, ને લોકો રૂપિયા મૂકીને મર્યા તે રૂપિયા પાછળવાળા ભોગવશે, પારાવાર પકાય જીવોની હિંસામય આરંભ સમારંભ કરશે ! અને વિષય વિલાસોમાં ખરચશે ! એના કરતાં શેઠ અહીં આપણે જીવતા છીએ ત્યાં સુધી ભરચક સુકૃત કરી લેવા સારા.” ઠાઠડીના ચિત્ર પર હૈયે ધક્કો : મૂર્તિપૂજા : પેલા શ્રીમંતની આ ભાઈની વાધારા સાંભળવા સાથે ઠાઠડીનું ચિત્ર કાર્ટુન જોતાં આંતરના ચક્ષુ ખૂલી ગયા ! કહે છે લો ! ચમનભાઈ ! મારા અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા લખી લો, અને બીજ ફરી વળી આ કાર્ટુન દેખાડી મારી જેમ બીજાની આંખ ખોલી નાખો. ચિત્ર કેવુંક ગજબનું 106 - તરંગવતી .