________________ જાહેરમાં ચિત્રપટ્ટ-પ્રદર્શનની ભલામણ : તરંગવતી કહે છે, “સારસિકા ! હું જાણું છું કે રોવાથી કાંઈ નહિ, વળે; પણ સામે ચિત્ર એટલે જાણે આબેહૂબ પ્રસંગો છે ! એ જોતાં રોવાઈ જવાય છે. પરંતુ તું એક કામ કર, કૌમુદીમહોત્સવ નજીકમાં છે, એ વખતે લોકોનો મોટો મેળો ભરાશે. ત્યાં તું આ ચિત્ર લઈને જજે. ત્યાં હજારો લોકોની દષ્ટિ પડે એવા ભાગમાં આ ચિત્રપટ્ટ લઈને ઊભી રહેજે, અને જોયા કરજે કે કોઈ પ્રેક્ષકને આ ચિત્ર જોતાં અસર થાય છે કે કેમ ? મને તો લાગે છે કે જો મારો પ્રિય અહીં જનમ્યો હશે, તો મહોત્સવમાં જોવા આવે એવો સંભવ છે. એ જો આ ચિત્ર જોશે, તો જરૂર એ જોતાં એને જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય, તો એ મૂચ્છ ખાઈ જાય, અથવા એના મિત્રો સાથે આ અંગે વાતો કરવા માંડે. એ પરથી સમજી લેજે કે એ મારો પ્રિય હશે. એને તું બરાબર ઓળખી લેજે, અને બને તો પૂછી લેજે કે કેમ મૂચ્છ આવી ? પ્રભુદર્શનમાં શેની જહેમત ? : માણસને કોઈ ચીજની તમન્ના જાગે ને લગન લાગે, પછી એની પાછળ કેટકેટલી જહેમત ઉઠાવે છે ! અને કેટકેટલી તકેદારી રાખે છે ! તો તપાસવા જેવું છે, કે પ્રભુનાં દર્શન આદિ ધર્મ સાધનામાં પણ એવી આપણી જહેમત અને તકેદારી ખરી ? શાકભાજી જેવી સામાન્ય ચીજ પણ ખરીદવી છે તો માણસ તકેદારી રાખે છે, વળી વાસી ન આવે સડેલી ન આવે; એટલે તાજી અને સડા વિનાની શોધવા જહેમત ઉઠાવે છે. શું દર્શનમાં આ નહિ જોવાનું કે હું દર્શન તાજાં ફુર્તિવાળા કરું છું ? એમાં શુભ ભાવો ઉછાળવા જહેમત ઉઠાવું છું ? પૂર્વ પુરુષોને ધર્મથી કામ સીધ્યા છે, તો મારે જહેમત અને તકેદારીવાળા ધર્માનુષ્ઠાન-સેવનથી મારે કામ કેમ ન સીઝે? પછી દર્શન ક્રિયામાં જહેમત એવી કે પ્રભુ પર આંખ અને હૈયું એવા ચોટી જાય કે ત્યાંથી આંખ સહેજ પણ બીજે જાય નહિ, પ્રભુને જોયા જ કરું, જોયા જ કરે.” એમ થયા કરે. દર્શનમાં તકેદારી એવી કે બીજો કોઈ વિચાર આવે નહિ, ને પ્રભુનાં જીવનનાં સુકૃતો સગુણો પરાક્રમો નજર સામે હૂબહૂ આવ્યા કરે. તરંગવતીને પતિ સમાગમ જોઈએ છે, તેથી ભારે જહેમતથી ચિત્રપટ્ટ તૈયાર કરેલો, તે સખીને એના પર હવે શું કરવું, એની સમજ આપે છે. સખીને કૌમુદીમાં મોકલે છે :કૌમુદી મહોત્સવનો દિવસ આવી લાગ્યો. આજે આગલો ચૌદશનો દિવસ 108 - તરંગવતી