________________ મનને દૂબળાશ છે. ખૂબી કેવી થઈ ! કુટુંબીઓ એને દૂબળી પડતી જુએ છે એટલે એમ સમજે છે કે એ તપને લીધે દૂબળી છે. ત્યારે વાસ્તવમાં એ પ્રિયવિરહના શોકથી દૂબળી પડેલી છે. કહે છે ને કે સ્નેહના કામના બાણ જેને વાગ્યા હોય તે એનું દુઃખ જાણે, બીજાને એને ખબર ન પડે; એમ તરંગવતીના શોકનું કષ્ટ તરંગવતી જાણે છે. બીજાઓ એના આયંબિલને કષ્ટમય દેખે છે. સમકિતીને અંતરમાં કેટલાં દુઃખ ? : શાસ્ત્રો સમ્યક્ત્વવાળાની આ સ્થિતિ બતાવે છે કે એ બહારથી સુખી પરંતુ અંતરથી દુઃખી, કેમકે બહારથી એ સંસારના વૈભવ પરિવારવાળો હોઈ શકે, તેથી લોક એને સુખી તરીકે દેખે છે, પરંતુ અંદરથી એનું મન જાણે છે, (1) સંસારમાં ફસામણ, (2) પાપોની પરાધીનતા, (3) આત્મ સમૃદ્ધિનો વિયોગ, (4) ગુણોની દરિદ્રતા, (5) જન્મ મરણની વિટંબણા, (6) કર્મ-પીડિતતા... વગેરે વગેરે ઘણી વાતનું એના હૈયે ભારે દુઃખ છે. ભરત ચક્રવર્તી લોકોને સુખી દેખાતા હતા પરંતુ “મનહી મેં વૈરાગી ભરતજી મનમાં પોતાના આત્માની ભાવશત્રુ રાગાદિથી થઈ રહેલ કcથી એ ભારે દુ:ખી હતા. તરંગવતીએ આયંબિલની તપસ્યા તો કરી, છતાં અંતરમાં શોક સતાવતો હતો. એમાં એણે જોયું કે આમ પ્રિયના સંગ માટે ખાલી ખાલી ઝૂરતા બેસી રહેવાનો કંઈ અર્થ નથી. કોઈ રચનાત્મક ઉપાય કરવો જોઈએ. ઉપાય, આ કે જેમ મને જાતિસ્મરણજ્ઞાન થયું, એમ જો પ્રિય અહીં મનુષ્ય તરીકે જન્મી પડ્યો હોય, અને એ કોઈ રીતે જાતિસ્મરણજ્ઞાન થાય, તો એ પૂર્વ ભવના મારી સાથેના સંબંધની વાત કરે, અને એ પરથી ઓળખાઈ જાય કે આ જ મારો પૂર્વના પ્રિય !' પ્રશ્ન આ, પ્રિયને જાતિસ્મરણ થવાનો ઉપાય શો? : તરંગવતી ગૃહિણીને કહે છે, અહીં ઉપાય આ સૂક્યો કે “હું પૂર્વ ભવનું ચિત્ર બનાવું અને કોઈ તહેવારના દિવસે જાહેરમાં ચિત્ર ખુલ્લું મૂકાવું હજારો માણસ એ જોતા જાય, એમાં નથી ને કદાચ મારા પ્રિયનો જીવ આવી કર્મ ! તારી ગતિ ન્યારી 103