________________ પ્ર.- પરંતુ સંસાર માટે ધર્મ કરે તો પાપ લાગે ને ? ઉ. એટલું વિચારો કે, દા.ત. કોઈનો પુત્ર કોઈ ભૂત વળગાડ વગેરે ગમે તે કારણે ગાંડો થઈ ગયો છે, તો હવે બાપ વળગાડ અને ગાંડપણ કાઢવા માટે મિયાના પીર પાસે જાય તો વધારે પાપ લાગે? કે શંખેશ્વર ભગવાન પાસે જાય તો વધારે પાપ લાગે ? વધારે પાપ ક્યાં લાગે ? અહીં સંસાર માટે ધર્મ કરવામાં મોટું પાપ લાગે એમ કહેનારે તો આ જ ઉત્તર કરવો પડે કે, “પુત્રાદિ માટે અરિહંતભક્તિ કરનાર તો મહાપાપ બાંધે; એના બદલે મિથ્યાષ્ટિદેવીદેવતાની પૂજા માન્યતા કરે તો ઓછું પાપ બાંધે આ શું વાજબી છે ?" પ્ર.- પતિ-સંયોગ એ તો સંસારની ચીજ છે, એ મેળવવા માટે ધર્મ થાય ? ધર્મ તો મોક્ષ માટે જ કરવાનો ને ? કે સંસાર સુખ માટે ? ઉ.- અહીં સામે સવાલ ઊઠે છે કે, સંસારની ચીજ માટે ધર્મ ન થાય તો પાપ થાય ? તરંગવતીને ઇષ્ટ પતિ જોઈએ છે, તો એ માટે શું એણે ચંડીભવાનીને પૂજવા ? શું મિથ્યા દેવદેવીની માન્યતા રાખવી ? “આત્મ-પ્રબોધ'-શાસ્ત્રમાં સુલતાના અધિકારમાં લખ્યું છે કે શ્રેણિક મહારાજના અમલદાર પતિ નાગરથિકને પુત્ર જોઈતો હતો એ માટે સુલસાએ જયારે એને કહ્યું કે, મારા ભાગ્યમાં પુત્ર નથી, તો તમે બીજી પત્ની કરી લો, ત્યારે પતિ કહે છે, “આ જનમમાં તારા સિવાય બીજી સ્ત્રી માટે કરવાની નથી એ નિશ્ચિત છે. મારે તો તારા થકી જ પુત્ર જોઈએ છે. એ માટે તું કોઈ દેવી દેવતાની માન્યતા કર” ત્યારે સુલસા કહે છે, હું શા માટે મારા અરિહંતદેવને મૂકી બીજા પાસે જાઉં ? હું તો અરિહંતની જ પાસે માગીશ. એ માટે અરિહંતની વિશેષ પૂજા ભક્તિ અને અરિહંતે કહેલ ત્યાગ તપસ્યા આચરીશ ! એમ કરી એણે અરિહંતની પૂજા ભક્તિ વગેરે વધારી દીધું. આમાં સ્પષ્ટ થશે કે સુલસાએ સંસારની વસ્તુ માટે ધર્મ કર્યો. એમ તરંગવતીએ પૂર્વના પ્રિયને મેળવવા 108 આયંબિલ આદર્યા સુલતા તરંગવતી વગેરેએ જે ધર્મ કર્યો તે વાજબી છે. તરંગવતીને 108 આયંબિલ ચાલવા માંડ્યા. એ સુકોમળ શરીરની છે, તેથી શરીર દૂબળું પડે છે, પરંતુ એનું એને દુઃખ નથી. એનો આત્મા દૂબળો નથી પડતો; અલબત પ્રિય-વિરહનો શોક હજી ઊભો છે તેથી એની એના 102 - તરંગવતી