________________ જાય, અને એ ચિત્ર જુએ તો મને ખાતરી છે કે એને પણ જાતિસ્મરણજ્ઞાન થઈ જાય. તો તો પછી એ જ મને શોધતો આવે. એમાં વળી કૌમુદી મહોત્સવ આવવાનો છે, એ વખતે શહેર આખું એ જોવા નીકળશે, ત્યાં એ દાસી પાસે ખડું કરી શકાશે, અને એ જોનારાઓમાં સંભવ છે મારો પૂર્વ પ્રિય આવી ગયો, તો કાર્યસિદ્ધિ થવા સંભવ છે.” પ્રિયનો પત્તો મેળવવાની કેટલી બધી લગન છે. પ્રિય પરમાત્માનો પત્તો મેળવવા શું કરવું ? : મહર્ષિઓ કહે છે આપણા અંતરમાં પ્રિય પરમાત્માનો વાસ છે, હવે જો એ શોધી કાઢવામાં આવે, અને પહેલાં સંભેદધ્યાન અને પછી અભેદધ્યાન ધરવામાં આવે, તો પોતાનો આત્મા પરમાત્માના પ્રભાવવાળો બને છે. જુઓ, કલ્યાણમંદિરની ગાથામાં 'आत्मा मनीषिभिरयं त्वदभेदबुद्धया / ध्यातो जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः // અર્થાત્ બુદ્ધિમાનો વડે હે જિનેન્દ્રદેવ ! આ આત્માનું તમારી સાથે અભેદ-બુદ્ધિથી ધ્યાન કરવામાં આવે તો તે તમારા જેવા પ્રભાવવાળો બને છે. મહર્ષિઓનું આ ટંકશાળી વચન ધ્યાન પર લઈને આપણા પ્રિય પરમાત્માનું ક્યારે ધ્યાન કરીએ છીએ ? અતંરમાં પ્રભુનો કાંઈક પણ પત્તો લાગે એ માટે શી યોજના કરીએ છીએ ? પ્રભુના જીવનપ્રસંગના ચિત્રપટ્ટ એ એક યોજના છે. એના આધારે ચિંતન ધ્યાન કરતા રહેવાય, તો પ્રભુની લેશ પણ ઝાંખી મળે એમ છે. ત્યારે સંસારના પ્રિય ખાતર એવી યોજના કરાય, પ્રિયનો પત્તો મેળવવા જહેમત ઉઠાવાય, એ બધું ખપે, માત્ર પરમાત્મા માટે એ નથી ખપતું ! કેવો પ્રભુ-પ્રેમ ! તરંગવતી સાધ્વીજી શેઠાણીને કહી રહી છે કે મને પૂર્વ પ્રિયના વિરહનો શોક શમતો નહોતો, તેમજ મારે એનો સંયોગ મેળવવો હતો, એટલે મેં મારા પૂર્વ ભવનું ચિત્ર તૈયાર કર્યું. તરંગવતીએ ચિત્રમાં શું શું આલેખ્યું? ચિત્રમાં એક બાજુ નદી વહી રહી છે, એમાં અનેક પંખેરા ખેલી રહ્યા છે. એમાં હું પણ ચકોરી તરીકે મારા પ્રિય ચકોર સાથે ઘડીમાં નદીમાં ઘડીમાં નદીના કાંઠાની રેતીમાં ખેલી રહી હતી. એમાં એક વિશાળ હાથી આવ્યો છે, 104 - તરંગવતી