________________ ગુસ્સો કર્યો એટલે તમારી પુણ્યની મૂડી સાફ થઈ જ સમજો ! “હું ગુસ્સો કરીશ એટલે સોપો પડી જશે. બધાં સમજી જશે કે અહીં જેમ તેમ કશું નહીં ચાલે, બધું વ્યવસ્થિત જોઈશે..” ઈત્યાદિ લાભ વિચારીને જ તમે ગુસ્સો કરતા હશો ને ? જો આ બધા લાભો મેળવવા ગુસ્સો કરતા હો તો બે બાજુથી તમને માર પડે છે. એક તો પુણ્ય ઓછું છે માટે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જવામાં કર્મસત્તા સફળ થાય છે. ઉપરાંતમાં ગુસ્સો કરવા દ્વારા તમે રહ્યું સહ્યું પુણ્ય પણ બાળી નાંખો છો. પરિણામે પરિસ્થિતિ સુધરે કે વધુ બગડે ? ગુસ્સો કરતી વખતે મારું અમૂલ્ય પુણ્ય જઈ રહ્યું છે - આવું લાગે ખરું ? અનુભવાય ખરું ? દીકરો બે લાખ રૂપિયાની વસ્તુ માટે ચાર લાખ રૂપિયા ચૂકવી આવે અને પોતાની મનગમતી વસ્તુ મળી જવાથી રાજીનો રેડ થઈ જાય ત્યારે તમને શું લાગે ? દીકરાને વસ્તુ આવતી દેખાય છે. માટે તે રાજીનો રેડ છે. પણ, તમને ચાર લાખ રૂપિયા જતા દેખાય છે. માટે, તમે નારાજ છો. દીકરાની એ બાલિશતા છે કે નુકસાન કરીને એ રાજી થાય છે. બસ ! આ જ રીતે ક્રોધ કરવા દ્વારા જે પરિસ્થિતિ સર્જવા માટે જેટલા પુણ્યની જરૂરત હતી તેના કરતાં કેઈ ગણું વધુ પુણ્ય ખર્ચાઈ જાય છે. તે વખતે તમને પુણ્ય જતું દેખાય ખરું ? કે તમારી દીકરા જેવી જ બાલિશ દશા છે ? જ્યારે જ્યારે પણ કડવા પ્રસંગો જીવનમાં આવે ત્યારે સમજવું કે કર્મસત્તાએ પોતાની સાઈન કરેલો ચેક મોકલાવ્યો છે. હવે જો તમને તમારી પુણ્યની મૂડી વહાલી ન હોય તો તેના ઉપર સાઈન કરી લો, મતલબ કે ગુસ્સો કરી લો. જો સમતા ટકાવી રાખશો તો કર્મસત્તાએ સાઈન કરી હોવા છતાં તમે સાઈન કરી ન હોવાથી તમારી પુણ્યની મૂડી બિલકુલ ઘટશે નહીં. કર્મસત્તા તમારી પુણ્યની મૂડીને ખલાસ કરી દેવા વારેવારે પ્રતિકૂળ પરિસ્થિતિનું સર્જન કરશે જ. તમારે તે વખતે સ્વસ્થતા ટકાવી રાખવાની છે. પ્રતિકૂળ પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં મનની સ્વસ્થતામાં લેશમાત્ર પણ ફેરફાર ન થવા દેનારા પણ જગતમાં થઈ ગયા છે અને 366