________________ પપ બેંકમાં સાઈન કરીને ચેક મોકલો તો પૈસા ઉપડે. બાકી પૈસા ઉપડે નહીં. ઘણી વાર બે સાઈનથી જ ચેક પાસ થઈ શકે - તેવું હોય છે. એક વ્યક્તિ સાઈન કરે અને બીજી વ્યક્તિ સાઈન ન કરે તો તે ચેક દ્વારા, જોઈન્ટ એકાઉન્ટમાં નક્કી કરેલી વ્યવસ્થાના કારણે, પૈસા ન ઉપડે. આપણે ક્રોધને જીતવા માટે આ જ સીસ્ટમ અપનાવવી છે. કર્મસત્તાની અને આપણી - બન્નેની સાઈન થાય તો આપણી પુષ્ય રૂપી મૂડી ચપોચપ ઉપડી જાય. મતલબ કે કર્મસત્તા પ્રતિકૂળ પરિસ્થિતિઓ, કડવા પ્રસંગો તમારા માટે સર્જે જ રાખે છે. એટલે કે કર્મસત્તાએ સાઈન કરી ચેક મોકલ્યો છે. હવે જો તમે તે તે પરિસ્થિતિમાં ગુસ્સો કરી બેઠા તો તમારી સાઈન તે ચેક ઉપર થઈ જશે. એની સાથે જ તમારી પુણ્યરૂપી મૂડીમાં જોરદાર ગાબડું પડી જશે. જો તમે ગુસ્સો ન કરો તો સાઈન થતી નથી. પરિણામે, બેંકમાંથી તમારા પુણ્યની મૂડી કર્મસત્તા ઉપાડી શકતી નથી. - પ સંદેશ સ્પષ્ટ છે કે - કર્મસત્તા તમારી પુણ્યરૂપી મૂડીને સાફ કરવા માટે જ એક પછી એક પ્રતિકૂળ પરિસ્થિતિનું સર્જન કરે રાખે છે. જો તમારે પણ પુણ્યની મૂડી ગુમાવવી હોય તો જ ગુસ્સો કરજો. 365