________________ ચોક્કસ હશે. પણ તેમાં વ્યક્તિના નકારાત્મક વલણનો પણ ભાગ સારો એવો હોય છે. જો હકારાત્મક વિચારસરણી જ રાખી હશે તો જીવનમાં ગમે તેવો ખરાબમાં ખરાબ પ્રસંગ બને, પણ તે ખરાબ લાગશે નહીં. જીવનમાં આવી પડતું દુઃખ જો સત્કારવામાં આવે તો તે કંઈને કંઈ શુભ સંદેશ અવશ્ય આપે છે. વ્યક્તિને મજબૂત અને ખડતલ બનાવે છે. વ્યક્તિત્વને નિખારે છે. પણ, જ્યારે જ્યારે દુઃખ આવે છે ત્યારે તેને નકારવાના પરિણામે દુઃખ વધુ દર્દદાયક બની રહે છે, પીડાદાયક બની રહે છે. તે સ્વભાવને ચીડિયો બનાવી દે છે. કોઈ પણ પરિસ્થિતિમાં જે શબ્દો મોઢામાંથી નીકળે, જેવા શબ્દો મોઢામાંથી નીકળે, જેવું વિચારવામાં આવે તેવા જ પ્રકારના ભવિષ્યનું પ્રાયઃ નિર્માણ થતું હોય છે. જો હકારાત્મક વિચારશું, “જે થાય તે સારા માટે !' - આવા ઉદાત્ત વિચારને સ્થાન આપશું તો અવશ્ય ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ થશે. જેમ જેમ નેગેટિવ વિચારોને મગજમાં સ્થાન આપવામાં આવે તેમ તેમ તે દરેક વિચારો શરીરમાં નેગેટિવ ઊર્જા ઊભી કરીને નબળી અસરો સર્યા વિના રહેતા નથી. “દરેક ઘટનાઓ મારા ઉત્થાન માટે છે, પતન માટે નહીં. વિકાસ માટે છે, વિનાશ માટે નહીં. મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટે છે' - આવું વિચારવામાં તો કોઈ પણ ઘટના કોઈ પણ વ્યક્તિનું કશું બગાડી શકતી નથી. જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ માટે નેગેટિવ વિચાર કરશે તો તેની અસર તે સામેવાળી વ્યક્તિના મન ઉપર પણ પડશે અને તેનું મન પણ તે વ્યક્તિ માટે ખરાબ વિચારવા લલચાશે. રાજાનું પણ મનોમંથન આવી જ કોઈક દિશામાં ચાલતું હતું. આ બાજુ મંત્રી જેવો છૂટો થયો કે તરત જ તેણે નગરની વાટ પકડી. પણ, હજુ તે થોડો આગળ વધ્યો, ન વધ્યો ત્યાં તો પોતાનું સૈન્ય જ સામું મળ્યું. મંત્રીએ તરત જ એક ઘોડો લીધો અને ભીલપલ્લી તરફ જવાનું શરૂ કર્યું અને ઈશારાથી સૈન્યને પોતાની પાછળ આવવાનું કહ્યું. સૈન્યની એક ટુકડી મંત્રીને સામે મળી હતી. તે લોકો રાજા અને 293