________________ કરવું ? તેનો કંઈક વિચાર કરે તે પહેલા તો ભીલ લોકોએ આવી રાજા અને મંત્રી બન્નેને મુશ્કેટોટ બાંધી દીધા. રાજા અને મંત્રીને જોઈ ભીલ લોકો ખૂબ જ રાજી થયા. માતાજીનો ઉત્સવ નજીકમાં હતો. એ મહોત્સવ દરમ્યાન માતાજીને ચડાવવા માટે નરબલિની જરૂરત હતી. એ નરબલિ તરીકે જ આ રાજા અને મંત્રીની પસંદગી થવા પામી. નરબલિ તરીકે બત્રીસ લક્ષણો પુરુષ જ જોઈએ. એટલે જ રાજાને અને મંત્રીને મેળવીને તેઓ ખુશ થયા. બન્નેને એક ઝૂંપડા જેવા ઘરમાં કેદ કરવામાં આવ્યા હતા. ચારે બાજુ દિવસ-રાતની ખડી ચોકી હતી. એકાદ દિવસમાં માતાજીનો પૂજારી આવીને રાજાને અને મંત્રીને જોઈ જાય એટલે પછી તરતમાં જ એમનો બલિ ચઢાવવાનો હતો. મંત્રી ભીલ લોકોની વર્તણૂક જોઈને જ આ વાત વગર કહ્યું સમજી ગયો હતો. ધીરે ધીરે રાજાને પણ આ વાતની ખબર પડી ગઈ. રાજા ઉદાસ થઈ ગયો હતો. મંત્રી તો “જે થાય તે સારા માટે આ સિદ્ધાંતમાં અટલ હતો. આ બાજુ એક દિવસ બાદ માતાજીના મંદીરનો પૂજારી આવ્યો. તેણે રાજાને સંપૂર્ણ નિહાળ્યો. બધાં લક્ષણો રાજામાં સંપૂર્ણ હતા. ત્યાર બાદ મંત્રીનો વારો આવ્યો. મંત્રીને નખશિખ નિહાળતા અચાનક તેની નજર મંત્રીના હાથ ઉપર પડી. મંત્રીની ખંડિત આંગળી જોઈ તેણે તરત માથું ધુણાવ્યું. ભીલ લોકો સમજી ગયા - આ બલિ માટે યોગ્ય ન હતો. રાજાને પણ સમજમાં આવી ગયું કે મંત્રીની આંગળી ખંડિત હોવાથી મંત્રીનો છૂટકારો થઈ જવાનો છે. બલિ માટે અક્ષત શરીરવાળો જ પુરુષ જોઈએ. રાજાને આ વખતે મંત્રીનું વાક્ય યાદ આવી ગયું - જે થાય તે સારા માટે !' અત્યારે એ વાત અક્ષરશઃ સાચી પડી રહી હતી. રાજાના દિલમાં આ વાક્ય ઘુંટાવા લાગ્યું. મંત્રીને તો એ જ રાતે આંખે પાટા બાંધી રાજમાર્ગ ઉપર તેઓ મૂકી આવ્યા. રાજા એકલો પડ્યો. આખી જીંદગી એ તપાસી ગયો. એને પણ લાગ્યું કે - ખરેખર જે થાય તે સારા માટે જ હોય છે. હા ! કદાચ કોઈક પ્રસંગો પ્રતિકૂળ 292