________________ કાફલામાં બે જાતિવંત ઘોડા પણ હાજર હતા. રાજાને એ બન્ને ઘોડા ચકાસવા હતા. એટલે જંગલની વચ્ચોવચ્ચ સપાટ મેદાન જેવી થોડી જગ્યા મળતા રાજાએ તે બન્ને ઘોડા મંગાવ્યા. એક ઉપર રાજા બેઠો હતો અને બીજા ઉપર મંત્રી. હજુ તો લગામ ખેંચી, ન ખેંચી ત્યાં તો ઘોડા પૂરપાટ ઉપડ્યા. અજબ ઝડપ હતી. પગ તો જાણે ધરતી ઉપર અડતા જ નથી. રાજા ખુશખુશાલ થઈ ગયો. પણ, એ ખુશી લાંબો સમય ન ટકી. કારણ કે રાજાએ ઘોડાને અટકાવવા પ્રયત્ન કર્યો છતાં પણ ઘોડાની ઝડપમાં તો લેશ પણ ફેરફાર દેખાતો ન હતો. મંત્રીનો ઘોડો પણ અટકતો ન હતો. રાજાનો ઘોડો આગળ અને મંત્રીનો ઘોડો પાછળ. પૂરપાટ વેગે બન્નેના ઘોડા જંગલમાં દોડી રહ્યા હતા. ઘોડાના ડાબલાના પડઘા આખા જંગલમાં ઉઠતા હતા. સાંજનો સમય હતો. ઘોડાને અટકાવવાનો ઉપાય ન હતો. આખરે રાજા અને મંત્રીએ ઈશારાથી જ વાત કરી. અશ્વવિદ્યા ભણતી વખતે જ જે ઉપાય શીખ્યા હતા તે અજમાવવાનું નક્કી કર્યું. તે મુજબ એક મજબૂત વડવાઈની નીચેથી જેવો ઘોડો પસાર થયો કે રાજાએ તે વડવાઈ પકડી લીધી. રાજા અદ્ધર લટકી રહ્યો. ઘોડો આગળ નીકળી ગયો. મંત્રી પણ એ જ રીતે લટકી ગયો. અંધારું ધીરે-ધીરે છવાઈ રહ્યું હતું. હજુ સંધ્યાનો પ્રકાશ હતો. પણ, ઘોડાની અજબ ઝડપ જોતાં હવે પોતે પાછા છાવણી સુધી કે નગર સુધી પહોંચી શકે તેવી કોઈ શક્યતા ન હતી. રાજા અને મંત્રી ભેગા થઈ હજુ કંઈક વિચાર કરે, ત્યાં તો ચારે બાજુથી હોંકારા-પડકારા સંભળાવા લાગ્યા. અવાજ સાંભળતા જ મંત્રી સમજી ગયો કે આ જંગલના ભીલ છે. રાજ્યના મંત્રી હોવાથી આ બધી બાબતની તેને ખબર હતી. માટે તેણે રાજાને એકદમ સ્થિર રહેવાની સૂચના આપી દીધી. મંત્રીને ખબર હતી કે અત્યારે ચારે દિશામાં ભીલ લોકો ગોઠવાઈ ગયા હશે. તે લોકોની નજર અમારા બન્ને ઉપર હશે જ. જો જરા જેટલી પણ હિલચાલ કરી તો એ લોકો તરત જ તીર છોડ્યા વિના રહેશે નહીં. માટે, તે એકદમ જ સ્થિર થઈ ગયો. રાજા પણ સ્થિર થઈ ગયો. આ નવી આવી પડેલી પરિસ્થિતિમાં શું 291