________________ જેમ ચીફ મિનીસ્ટર વગેરેની ગાડી ઉપર ગોઠવાયેલ જામર કાર્યાન્વિત થાય અને આજુબાજુના બધાં મોબાઈલના નેટવર્ક બંધ થઈ જાય છે તેમ જ્યારે ક્લિષ્ટ કર્મોદયનું જામર કાર્યાન્વિત થાય ત્યારે આજુબાજુના સહુ સગાવહાલા, મિત્રો - બધાનાં મન આપણને સહાય કરવાની દિશામાં બંધ પડી જાય છે. જેમ કે અનંત લબ્ધિના ધારક અને પરમસમર્પિત એવા પણ ગૌતમસ્વામી જ્યારે ગોશાળાએ પ્રભુવીર ઉપર તેજોલેશ્યા ફેંકી ત્યારે પ્રભુ વીરને બચાવવા કશું જ ન કરી શક્યા. કારણ કે ભગવાનના ક્લિષ્ટ કર્મોદયરૂપી જામરને કારણે સહુના મન કુંઠિત થઈ ગયા હતા. સમવસરણમાં રહેલા પરમભક્ત દેવાત્માઓને પણ વિચાર ન આવી શક્યો કે ગોશાળાને અટકાવીએ. જ્યારે તમારું કર્મ વાંકું થાય ત્યારે ઉપાય હાજર હોવા છતાં નજીકના સ્વજનને પણ તે ઉપાય અજમાવવાનું ન સૂઝે. આમાં દોષ સામેવાળી વ્યક્તિનો નથી, પરંતુ તમારો પોતાનો જ છે. ભગવાનને શાતા પૂછવા આવનારા ઈન્દ્ર મહારાજાને પણ કાનમાંથી ખીલા કાઢવાનું સૂછ્યું ન હતું. જો ઈન્દ્ર મહારાજા જેવા ઈન્દ્ર મહારાજાનું મગજ ભગવાનના કર્મોદયના પ્રતાપે કુંઠિત થઈ જતું હોય તો આપણા જેવાની આપત્તિના વખતમાં નજીકના સગાસંબંધીને પણ સહાય કરવાનું ન સૂઝે 269