________________ यादी તેમાં એનો શું વાંક ? આપણે જ પૂર્વે કરેલા કર્મનો વાંક છે. તો પછી એવા વખતે સામેવાળી વ્યક્તિ ઉપર દ્વેષ કરવાથી શો ફાયદો ? 2. કોઈ સજ્જન વ્યક્તિને પણ આપત્તિમાં તમારી સહાય કરવાનું મન ન થાય તો સમજી રાખવું કે તમારો પોતાનો પ્રબળ કર્મોદય જામર બની કામ કરી રહ્યો છે, બધાના મનના મોબાઈલ ઠપ્પ કરી રહ્યો છે. આવા વખતે જેટલી અપેક્ષા રાખશો તેટલા વધુ દુઃખી થશો. આવા સમયે બધાની સાથે વ્યવહાર બને તેટલો ઘટાડી દેવો. જેથી ક્યાંય અપેક્ષાભૂખ્યું મન સંકલેશ કરી ન બેસે. જો આવા કટોકટીના સમયને શાંતિથી પસાર કરી શક્યા તો સમજી રાખવું કે ભવિષ્ય ઉજળું છે. જીવનમાં ઘણી વખત એવો સમય આવતો હોય છે કે જ્યારે આખી દુનિયામાં કોઈ આધારભૂત લાગતું નથી. આ વખતે જે માનસિક સ્વસ્થતા અને સંતુલન જાળવી શકે છે, તે જ કટોકટીમાંથી હેમખેમ બહાર નીકળી શકે છે અને વધુ પડતા નુકસાનથી બચી શકે છે. આવા સમયે માનસિક સ્વસ્થતા ગુમાવી દેનાર વધુ ને વધુ નુકસાનીને જ નોતરે છે. આથી આ જામર પોલિસીને અંતરથી આત્મસાત્ કરનાર વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં કદાપિ કોઈના ઉપર દ્વેષ કરતો નથી, ઉકળાટમાં આવતો નથી, આવેશમાં આવતો નથી. દરેક પરિસ્થિતિને સહન કરવાનું બળ એ વ્યક્તિ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં, આ જામર પોલિસી એટલું જ કહેવા માંગે છે કે “જ્યારે તારો કર્યોદય ચાલતો હશે ત્યારે સ્નેહાળ સગા પણ તારાથી વિમુખ થઈ જશે. પણ એમાં એ લોકોનો કોઈ વાંક નથી. પણ તારા પોતાના જ કર્મોનો વાંક છે. માટે, તે લોકો ઉપર ક્રોધ કરવાને બદલે તારા કર્મો ઉપર જ ક્રોધ કરવા જેવો છે. કર્મોને જ નષ્ટ કરી દેવા જેવા છે.” ચલો, જામર પોલિસીને અપનાવવા દ્વારા ક્ષમારૂપી જામરને કાર્યાન્વિત કરી કષાયના મોબાઈલને જ ઠપ્પ કરી દઈએ, ક્રોધને કુંઠિત કરી દઈએ. 270