________________ દેખાવાથી સામેવાળાની નાની-નાની ભૂલને સહન કરવાની વૃત્તિ ખીલી શકશે. વર્તમાનમાં તમારો પોતાનો કોઈ દોષ તમને પોતાને ન પણ દેખાય. પરંતુ એક વાત મગજમાં કોતરી રાખજો કે - “પૂર્વના ભવમાં કરેલી કોઈક ને કોઈક ગફલતને કારણે બંધાયેલા તમારા પાપ કર્મો જ એમાં કારણ છે. જો તમારું પુણ્ય જાગતું હોય તો કોઈ તમારું અપમાન કરી શકે તે વાતમાં માલ નથી.' - ટૂંકમાં, મેગ્નેટ પોલિસી એટલું જ કહેવા માંગે છે કે - અનાદિ કાળથી આખા જગતના દોષો જોઈ જોઈને આતમઘરમાં પેધી ગયેલા ક્રોધને પંપાળવાનું ને પોષવાનું જ કામ કરેલ છે. હવે થોડું આત્મનિરીક્ષણ કરતાં જાવ. જેથી ખ્યાલમાં આવે કે જે કારણે હું સામેવાળા ઉપર ગુસ્સો કરું છું, તે કારણ તો મારામાં પડેલ જ છે. સામેવાળી વ્યક્તિ કરતાં તો મારી જાત વધુ ઠપકાપાત્ર અને ગુસ્સાપાત્ર છે.” મેગ્નેટ પોલિસીના આ સંદેશાને જીવનમાં પ્રાયોગિક ધોરણે અપનાવવા જેવો છે. જો કમ સે કમ સાચા દિલથી સવાર-સાંજ પાંચ -પાંચ મિનિટ પણ આત્મનિરીક્ષણનું મેગ્નેટ આતમઘરમાં ફેરવશો તો પણ ક્રોધ ઉપર ઘણો ખરો કાબૂ મેળવી શકાશે. લોકો પોતાની ખામીને ઢાંકવા બીજા ઉપર ગુસ્સો કરતા હોય છે - અહો આશ્ચર્યમ્ ! - અમિત કલંત્રી, 268