________________ 12 થશે, 10 થશે, 5 થશે. છેલ્લે 1 જ બચશે. પછી એક બે દિવસે એકાદ ડાઘો પડશે. પછી અઠવાડિયે એકાદ ડાઘો પડશે. અને પછી કોઈક એવો ધન્ય દિન આવશે કે જ્યારે ક્રોધ રવાના થઈ ચૂક્યો હશે. ભલે આમાં કદાચ સમય વધુ જાય. પણ અંતરથી જો આ ડાયરી પોલિસી અપનાવવામાં આવે તો પરિણામ નિશ્ચિત છે. ટૂંકમાં, ડાયરી પોલિસી એટલું જ કહેવા માંગે છે કે - ‘ક્રોધ કરી કરીને જીવનની ડાયરીમાં કાળા ધાબા શા માટે પાડો છો ? અને એ પણ ત્યારે કે જ્યારે તમને ખબર છે કે આ કાળા ધાબા તમારે જ સાફ કરવા પડવાના છે ? ના, આ કાળા ધાબા હવે તો ન જ ચાલે.” આ સંદેશાને નજર સમક્ષ રાખી એક ડાયરી આજે જ વસાવી લો, ક્રોધની નીકળવાની શરૂઆત થઈને જ રહેશે. ક્રોધવિનાશનું કાઉન્ટડાઉન શરૂ થઈને જ રહેશે !!! ક્રોધ, અદાવત, ઈર્ષ્યા.. બીજાને બદલી નથી શકતા.. પણ કરનારને જ દુર્જન જરૂર બનાવી દેશે... - શેનન એલ. એલ્ડર. 234