________________ કરતાં કંઈ ગણા વધુ સારા વ્યવહારો થાય છે. પણ આ માંકડું મન એક પણ દુર્વ્યવહારની નોંધ લીધા વિના રહેતું નથી, જ્યારે કેટલાય સારા વ્યવહારોની ઉપેક્ષા કર્યા વિના રહેતું નથી. માટે, હંમેશા સારા વ્યવહારની કોઈ નોંધ તમારા મગજમાં હોતી નથી અને નબળા વ્યવહારની છાપ કદાપિ મગજમાંથી ભૂંસાતી નથી. હવે નક્કી કરો કે હંમેશા દરેકના સારા વ્યવહારની નોંધ લેવી છે. કોઈના નાના-નાના સારા વ્યવહારોને તમે જો નોંધમાં લેશો તો ખ્યાલમાં આવશે કે અત્યાર સુધી કેવી ભૂલ તમે કરી છે ? કેટ-કેટલાય લોકોના સારા વ્યવહારને ભૂલી ગયા છો ! એના પ્રતાપે જ્યારે તેના તરફથી સહેજ પણ નબળો વ્યવહાર થાય કે તમે તેને અન્યાય કરી બેસો છો. 25 સારા વ્યવહારને ભૂલીને જો તમે એક નબળા વ્યવહારને જ યાદ રાખતા હો તો સંઘર્ષ સિવાય પરિણામ શું આવે ? તમારે જેની સાથે નિકટની સગાઈ છે, તે બધા શું તમારા સ્વભાવથી પ્રસન્ન જ છે ને ? એની સઘન તપાસ કરજો. માત્ર સામેવાળાના નબળા વ્યવહારને જ ધ્યાનમાં લેવાની વૃત્તિના પ્રતાપે તમારા સગા દીકરાને પણ તમારી સાથે બનતું નથી. હા ! કદાચ દીકરા વગેરેનો પણ વાંક હશે. પણ તમારા પક્ષે તો કોઈ ભૂલ નથી જ ને ? - એટલું તો તમારે વિચારવું જ જોઈએ ને ! કમ સે કમ તમારા પક્ષની ભૂલને તો તમારે દૂર કરવી જ રહી ! એના માટેની આ પોલિસી છે. ક્યારેક ક્યારેક સામેવાળી વ્યક્તિના દુર્વ્યવહારોને દલાલી ખાતે માંડવા જ જોઈએ ! કદાચ તમે તેના દુર્વ્યવહારને ગળી ગયા તેની નોંધ પણ સામેવાળી વ્યક્તિ ન લે. છતાં તમે નિષ્ઠાપૂર્વક જો તેના દુર્વ્યવહારને ગણકારશો જ નહીં તો અવશ્ય ક્યારેક ને ક્યારેક એને પોતાની ભૂલનો અહેસાસ થશે જ ! દીકરાને તમે બૂમ પાડી પાણી લાવવા માટે. પણ, દીકરો ટી.વી. જોવામાં એટલો મશગૂલ છે કે એ તમને જવાબ પણ વાળતો નથી. અત્યાર સુધી દરેક વખતે તમારા કહ્યા મુજબ પાણી લાવી આપનાર તમારા દીકરાના આ વ્યવહારને માફ કરી શકો ? કે ગુસ્સો 210