________________ આવી જાય ? ડાયાબિટીસ થાય અને ડોક્ટર કહે એટલે 5 કિ.મી. રોજનું ચાલવું પડે તો તમે રાજીખુશીથી ચાલશો. પણ, દીકરો પાણી લાવી ન આપે અને તમારે જાતે ઊઠીને પાણી લેવાનું આવે કે તમને જોર પડી જાય ! પછી કર્મસત્તા લમણે ડાયાબિટીસ ન ઝીંકે તો બીજું કરે શું? નોકર રોજ દુકાને સમયસર આવી જતો હોય. પણ, એકાદ દિવસ મોડો આવે તો તેને દલાલી ખાતે ગણી લેવાની તૈયારી ખરી ? કે પછી તેના ઉપર તાડૂકી ઉઠો. રોજે રોજ મોડો આવતો હોય ત્યારની આ વાત નથી. રોજ સમયસર જ આવે છે. ક્યારેક જ એકાદ કલાક મોડો પડી જાય. આવા વખતે એના ઉપર અણગમો શા માટે પ્રગટે છે ? હવેથી એટલું તો નક્કી કરવું જ કે 10 વાર સારું કામ કરનાર વ્યક્તિના એક ખરાબ કામને ભૂલી જવું છે. 10 વાર સારા શબ્દો સંભળાવનાર વ્યક્તિના એક વખતના ખરાબ શબ્દો પ્રેમથી સાંભળી લેવા છે. 10 વાર સારો વ્યવહાર કરનાર વ્યક્તિનો એક નબળો વ્યવહાર પણ ચલાવી લેવો છે. આ સંકલ્પ આજે જ કરવા જેવો છે. જો ખરેખર ક્રોધને કાબૂમાં લેવો હોય તો આ પોલિસી ખૂબ જ સરળ છે. પણ, જો ક્રોધે તમારા ઉપર વિજય મેળવી લીધો હશે તો ડગલે ને પગલે તમને મુશ્કેલીઓ નડશે, આ પોલિસી સાચવવી અઘરી થઈ પડશે. દરેક પ્રસંગોમાં તમને આમંત્રણ આપનાર, સારામાં સારી તમારી આગતા સ્વાગતા કરનાર તમારા પાડોશી કોઈ એકાદ પ્રસંગમાં તમને જમવા વગેરેનું આમંત્રણ આપવું ભૂલી ગયા. શું આ બાબતને દલાલી ખાતે માંડી શકશો ? દરેકે દરેક પ્રસંગોમાં તમને આમંત્રણ આપ્યું છે. માટે એને તમારા ઉપર કોઈ દ્વેષ તો નથી. કદાચ કોઈક ધમાલમાં તમને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હોય. શા માટે ઊંધી જ કલ્પના કરી હરહમેશ મનને બગાડવું ? આવા-આવા પ્રસંગોમાં જ ખરી કસોટી થતી હોય છે. લગભગ ગુસ્સો કરી, અણગમો કરી તમે આ બાબતોનો બદલો લીધા વિના રહેતા નથી. તેથી ધરાર તમારા પ્રસંગોમાં તમે તેને આમંત્રણ આપતા નથી. 211