________________ - “અરે ભાઈ ! શા માટે એને મારે છે ? શું વાંક છે એનો ?', “સ્વામીજી ! એણે આપણા આશ્રમમાં ચોરી કરી છે.” ચોરી કરે એટલે એ મારવા લાયક કેવી રીતે બની જાય ? જ્યારે દાંતથી તમારી જીભ કચડાઈ જાય ત્યારે હથોડો લાવી દાંત તોડી નાંખો છો ? નહીં જ ને! કારણ કે તમે સમજો છો કે દાંત પણ આપણા જ છે અને જીભ પણ આપણી જ છે. તો પછી આ પણ આપણો જ છે ને ! એને સજા કેવી રીતે થાય ?' આવી ઉદાત્ત વિચારધારા જો તમે અપનાવી શકો તો આ રેકોડીંગ પોલિસી આત્મસાત્ કરી શકાય. જો આ ભવમાં રેકર્ડ કરવામાં ગાફેલ રહ્યા તો જ્યારે તે પુનઃ સાંભળવું પડશે, ત્યારે ગાભા-છોતરા નીકળ્યા વિના નહીં રહે. દુનિયાની કેસેટ ઉપર રેકર્ડ કરેલું ભૂસી પણ શકાય છે. કિંતુ, આ કર્મસત્તાની કેસેટ ઉપર મજબૂત રીતે રેકર્ડ થયેલ કદાપિ ભૂંસી શકાતું નથી. તે તો સાંભળ્યું જ છૂટકો ! જો રેકોડીંગ વખતે સાવધાની રાખી ન હોય તો જ્યારે એ સાંભળવાનું આવે ત્યારે ફરિયાદ કરવાનો કોઈ અધિકાર તેને રહેતો નથી. પેમેન્ટ ન આવે ત્યારે પ્રભુને ફરિયાદ કરવા જાઓ છો કે “પ્રભુ ! તારી આટલી ભક્તિ કરી તો પણ મારા પેમેન્ટો કેમ પાછા વળતા નથી ?' પણ, આવી ફરિયાદ કરવાનો અધિકાર તમારો છે કે નહીં ? તે વિચારવાની પણ તસ્દી ક્યારેય લીધી છે ખરી ? નાના છોકરાને, ભિખારીને, ગાયને લલચાવી-લલચાવીને તો તમે કશું નથી જ આપતા ને ? બે ઘડીની એ કરેલી મજાક તમને ભારે પડી જશે. પણ, દુઃખ એ બાબતનું છે કે જ્યારે દુઃખ તૂટી પડે છે ત્યારે “આ મારી જ ભૂલનું પરિણામ છે' - એ સમજવાની, સ્વીકારવાની વિવેકબુદ્ધિ ગુમાવી દીધી હોય છે. એક બાણથી બે વીંધ્યા - બસ ! રસપૂર્વક બોલાઈ ગયેલા ફક્ત આટલા શબ્દોએ શ્રેણિક મહારાજાના લલાટે 84,000 જેટલા વર્ષોની નરકની સજા લખી દીધી. પરમાત્માની, સાક્ષાત્ જીવંત મહાવીર મહારાજાની અનન્ય ઉપાસના કરી, તીર્થકર નામકર્મ નિકાચિત થાય તે હદની ઉત્કૃષ્ટ ભાવના ભાવી, છતાં એ નરક ન ભેસાઈ તે ન જ ભૂંસાઈ. 197