________________ ક્ષાયિક સમકિતના ધણી એવા પણ શ્રેણિક મહારાજા પોતાના કરેલા રેકોર્ડીંગને ભૂસી ન શક્યા તો પછી આપણા જેવાની તો શું વાત કરવી ? માટે, ધ્યાન એ જ રાખવાનું કે ભૂલેચૂકે પણ ગલત રેકોર્ડીંગ થઈ ન જાય. ‘ન તો કોઈની જોડે દુર્વ્યવહાર કરીને મારે ગલત રેકોર્ડીંગ કરવું છે કે ન તો કોઈની સાથે બોલાચાલી કરીને. કોઈની ગુપ્ત વાત પ્રકટ કરવા દ્વારા તેને દુઃખી કરી મારે ગલત રેકોર્ડીંગ નથી કરવું. અને લોકોનું અપમાન કરીને પણ મારે ગલત રેકોર્ડીંગ નથી કરવું' - આવો અજબ સંકલ્પ જોઈએ. સમગ્ર દિનચર્યાને આ માટે તપાસી જાઓ. ક્યાંક ને ક્યાંક તમને લાગશે કે આ મારો વ્યવહાર ગલત છે, આ મારા શબ્દો નકામા છે... આવી અનુભૂતિ થાય કે તરત જ, એ જ ઘડીથી તેને સુધારવામાં લાગી જજો. આ તપાસ કરવા માટે પણ બહુ પરિપક્વ દૃષ્ટિની જરૂર પડતી હોય છે. કારણ કે પોતે બીજાની સાથે જે વ્યવહાર કરે તેના કારણે સામેવાળી વ્યક્તિને ઘણું દુઃખ પહોંચ્યું હોઈ શકે છે. પણ, શક્ય છે કે પોતાને એ બાબતની લેશ પણ ખબર જ ન પડી હોય. આથી, દરેક વ્યવહાર બાદ સામેવાળી વ્યક્તિના મગજમાં આની કેવી અસરો જન્મી છે ? તે જોવાની, વિચારવાની પણ શક્તિ હોવી જરૂરી છે. હૈષવશ, ક્રોધવશ ક્યારેક માનવી એટલું બધું ગલત વિચારી, બોલી કે કરી લેતો હોય છે કે તે રેકર્ડ થયેલી વસ્તુ ભાવમાં માણસને બેહાલ કરી મૂકે છે. તમારું જાહેરમાં અપમાન કરી દેનાર, તમને ઉતારી પાડનાર, તમારી મર્મ વાતને ઉઘાડી પાડી દેનાર, તમારા લાખો રૂપિયા દબાવનાર વ્યક્તિનું એક્સિડન્ટમાં મરણ થાય અને તેના સમાચાર તમને મળે તે વખતે દિલમાં સવેદન કેવા પ્રકારનું જાગે ? “સારું થયું ! બેટો એ જ લાગનો હતો !' - આવા ક્રૂર વિચારો તો આકાર ન લે ને? એના મોતનો જો કોઈ અફસોસ પણ તમને ન થતો હોય તો સમજી રાખવું પડે કે મનને હજુ ઘણું મુલાયમ બનાવવાની જરૂર છે. ટૂંકમાં, રેકોર્ડીંગ પોલિસી એટલું જ કહેવા માંગે છે કે - “માનવ ! તું જે પણ કરે છે, તું જે પણ બોલે છે, તું જે 198