________________ સંવેદન જો નોકરનું અપમાન કરતી વખતે થાય તો અવશ્ય નોકરનું અપમાન કરવાનું બંધ થઈ જાય. જિજ્ઞાસા :- પણ જો નોકર વગેરેને પ્રેમથી જ બોલાવ્યું રાખીએ, ગુસ્સો-ક્રોધ વગેરે કશું જ ન કરીએ તો તો એ માથે ચડી બેસે ! કશું કામ જ ન કરે. એ કંઈક ભૂલ કરે ત્યારે તો ઠપકો આપવો જ પડે ને ? શમન :- એક વાત પહેલા શાંત ચિત્તે વિચારી લો કે અત્યાર સુધી નોકરને જેટલી વાર ઠપકા આપ્યા તેટલી દરેક વખતે એની બહુ મોટી ભૂલ હતી જ ને ? કે પછી ક્યારેક તમારું મગજ ઠેકાણે ન હતું અને નોકર ઉપર ગુસ્સો કરેલો ? ક્યારેક પત્ની જોડે મગજમારી થઈ હતી અને તેનો ગુસ્સો નોકર ઉપર ઉતારેલ કે નહિ ? ક્યારેક ઘરાક જોડે જીભાજોડી થઈ ગઈ હતી અને તેનો ગુસ્સો દુકાનના માણસ ઉપર ઠાલવ્યો હતો કે નહિ ? ક્યારેક ઘરાક તરફથી પેમેન્ટ ન હતું આવતું અને તેનો ગુસ્સો નોકર ઉપર ઉતાર્યો હતો ? લગભગ ગુસ્સો સામેવાળાને સુધારવા માટે નહીં. પણ આપણું મગજ ઠેકાણે ન હોવાથી જ આપણે કરતા હોઈએ છીએ. કારણ કે જો મગજ ઠેકાણે હોય તો સ્પષ્ટ રીતે ખ્યાલમાં આવી જ જાય કે “જો મારે તેની ભૂલ સુધારવી હશે તો ગુસ્સાથી કોઈ વ્યક્તિ કદાપિ નહીં માને, પ્રેમથી જ માને.' ખુદ તમે તમારી જાતને જ પ્રશ્ન કરો કે કોઈ તમારી ભૂલ પ્રેમથી બતાવશે તો પસંદ પડશે કે ગુસ્સો કરી, અપમાન કરી બતાવશે તો પસંદ પડશે ? એક બીજી વાત પણ સમજી રાખો કે જ્યારે રામુના હાથે પહેલી વાર કપ-રકાબી તૂટ્યા ત્યારે તમે તેના ઉપર ગુસ્સો કરો છો. તેની પાછળ કારણ એ નથી કે તમે રામુને સુધારવા માંગો છો. પણ કારણ એ છે કે રામુ કરતાં પણ કપ-રકાબી ઉપર તમને વધુ પ્રેમ હતો. માટે, કપ-રકાબી તૂટતા રામુને ખખડાવી નાંખ્યો. એ જ ભૂલ 191