________________ થવું પડશે. કારણકે તાળી હંમેશા બે હાથે પડે. જ્યારે તમે કશું જ ના બોલો ત્યારે તે સ્વાભાવિક રીતે જ શાંત થઈ જશે. બીજો ફાયદો એ કે - (2) સામેવાળી વ્યક્તિએ તમારી ઉપર સાચા-ખોટા આક્ષેપો મૂક્યા હશે એટલે તમારો ગુસ્સો પણ આસમાને હશે. જો તમે તેના ઉપર ગુસ્સો ન ઉતારો તો છેલ્લે ઘરના કોઈ નિકટના સગા ઉપર તે નીકળ્યા વિના ન રહે. મન ઉચાટમાં અને ઉકળાટમાં જ રહે. પણ, તમે એકવાર બધો ગુસ્સો પત્રમાં ઠાલવી દેશો એટલે મગજ શાંત થઈ જશે. પછી, મગજમાં ગુસ્સો નહીં રમે અને બીજા કોઈ ઉપર પણ ગુસ્સો નહીં ઉતરે. મન સ્વસ્થ થઈ જશે. પછી એ કાગળને ડસ્ટબીનમાં ફેંકી દેવાનો. પોસ્ટ બિલકુલ નહીં કરવાનો. આના દ્વારા ગુસ્સો ઉતરશે. ગુસ્સો થશે ખરો. પણ ગુસ્સો વાંઝિયો થઈ જશે. તેનું બળ હરાઈ જશે. ફોફલો થઈ જશે. ગમે તેવો ભયાનક ગુસ્સો જોત-જોતામાં શમી જશે. અને ગુસ્સાની એક ખાસિયત હોય છે - ગુસ્સાનો આવેગ આવે ત્યારે એવો ભયાનક આવે કે તેમાં તણાઈ જ જવાય. પણ, જો એ વખતે સાવચેતી રાખી એ આવેગમાં તણાઈએ નહીં તો પાછળથી અવશ્ય એવી અનુભૂતિ થાય કે - “સારું થયું કે મેં ગુસ્સો ન કર્યો. જો કંઈક, આડું અવળું બોલી ગયો હોત તો મહાભારત સર્જાઈ જાત.' સમય વીતે ગુસ્સો અવશ્ય શાંત થતો જાય છે. એક વાર ગુસ્સો , પત્રમાં ઠાલવી દેશો પછી તો તમે ઝડપથી હોંશમાં આવી જશો. તમારી વિવેકબુદ્ધિ પુનઃ સાબદી થઈ જશે. ક્રોધ કાબૂમાં આવી જશે. જે ક્રોધ આવ્યો તે કોઈ પણ અનર્થકારી પરિણામ લાવ્યા વિના જ સમાઈ જશે, શાંત થઈ જશે. કૂવાની છાયા કૂવામાં જ સમાઈ જશે. જો તમારી એવી જ ગણતરી હોય કે - “મારો ક્રોધ વાંઝિયો થાય તે કેમ ચાલે ? એનું પરિણામ આવવું જ જોઈએ. સામેવાળાને હું કશું સંભળાવું નહીં અને તે મને મસ્તીથી જેમ તેમ સંભળાવી જાય તે કેમ ચાલે ?" જો આવી જ વિચારસરણી તમારી હોય તો ક્રોધને કાબૂમાં લેવાની ભૂમિકા જ હજુ સુધી પ્રાપ્ત નથી કરી - તે સમજી લેવું 186