________________ ખરાબ લાગ્યા. પોતાના જેવી ઉચ્ચપદવીવાળી વ્યક્તિને આવું ખરાબ લખવું શોભે નહીં - તેવું લાગ્યું. આ બાજુ અબ્રાહમ લિંકને ફક્ત એટલું જ કીધું કે - “આમાં કંઈ ખરાબ જેવું લાગે, બિનજરૂરી લાગે તો કાઢી નાખજો.” આવી રીતે ફેરફારો કરાવ્યા બાદ છેલ્લે એક પાનાનો પત્ર લઈને જ્યારે યુદ્ધમંત્રી આવ્યા ત્યારે જૂના ગુસ્સાનો એક અંશ પણ બચ્યો ન હતો. અબ્રાહમ લિંકને એટલું જ કીધું - “હવે, આ ટપાલને પેક કરીને રાખી મૂકો. પોસ્ટ કરવાની જરૂરિયાત મને લાગતી નથી. યુદ્ધમંત્રી બધું સમજી ગયા. એમ પણ ગુસ્સો ઉતરી જવાથી પોતે બધું સમજી શકવાની સ્થિતિમાં આવી ગયા હતા. આ બાજુ મેજર જનરલ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો કે “મેં આવો સણસણતો પત્ર લખ્યો, છતાં હજુ સુધી તેનો કોઈ જવાબ જ નથી. ગજબ છે યુદ્ધમંત્રીને. બાકી, એ તો સામે સણસણતો જવાબ આપ્યા વિના રહેત નહીં.” ઘણાં દિવસો સુધી પત્રનો જવાબ ન આવવાથી એના હૃદયમાં પણ હવે પોતાની ભૂલ ખૂંચવા લાગી હતી. એના સમાચાર યુદ્ધમંત્રી પાસે આવ્યા હતા. આખરે એ લખેલા પત્રને તેમણે પોસ્ટ કરવાની માંડવાળ કરી દીધી. ભારેલા અગ્નિ જેવું વાતાવરણ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયું. કાબૂ બહાર ગયેલો ગુસ્સો કાબૂમાં આવી ગયો. બસ ! આ જ છે લેટર પોલિસી ! બે શરતો છે એની ! ઉત્તમ વાત તો એ જ છે કે માનસિક, વાચિક, કાયિક કોઈ પણ પ્રકારનો ગુસ્સો કરવો જ નહીં. ગુસ્સો આવી જ જાય તો (1) માનસિક જ રહેવા દેવો. ત્યાં ને ત્યાં સામેવાળાને કશું જ સંભળાવવાનું નહીં. હવે આ દબાવેલો ગુસ્સો કોઈ બીજા ઉપર ન ઠલવાય તે માટે (2) જે પણ ગુસ્સો આવ્યો હતો અને જે પણ બોલવું હતું તે બધું કાગળમાં લખી લેવું. પણ, એ કાગળને પોસ્ટ નહીં કરવો. કાગળમાં જેટલો ગુસ્સો ઠાલવવો હોય એટલો ઠાલવવાની છૂટ. પણ, તેને પોસ્ટ નહીં કરવાનો. તે કાગળ ગુસ્સાપાત્ર વ્યક્તિને પહોંચાડવાનો નહીં. આનાથી બે ફાયદા થશે. (1) સામેવાળી વ્યક્તિને પણ શાંત 185