________________ જોઈએ. જો ક્રોધને કાબૂમાં લેવો હોય તો આ લેટર પોલિસી અપનાવી જુવો. કામ થઈ જશે. “ગુસ્સો મારે કરવો જ નથી' - ઉત્તમ ભૂમિકા છે. “આવેલા ગુસ્સાને મારે વાંઝિયો બનાવવો છે' - મધ્યમ ભૂમિકા અને “મારો ગુસ્સો સફળ જ હોવો જોઈએ, થવો જોઈએ - કનિષ્ઠ ભૂમિકા. ગુસ્સાને સફળ બનાવો તો પણ ફાયદો કશો જ નથી, નુકસાન પારાવાર છે. જેમ એક મકાઈનો દાણો વાવો તો ક્રમશઃ હજારો અને લાખો દાણા તેમાંથી પેદા થાય તેમ વૈરની પરંપરા ગુસ્સો સફળ કરવા દ્વારા સર્જાતી હોય છે. માટે ગુસ્સાને વાંઝિયો કરવાનો પ્રયત્ન કરવો જ રહ્યો. તે માટે છે આ પોલિસી. તે એટલું જ કહે છે - “ક્રોધને ઉતારવો હોય તો કાગળ પર ઉતારી લો, પણ કોઈ વ્યક્તિ ઉપર તેને ઉતારવાની ભૂલ ન કરતા. ગુસ્સાનું બળ ખૂટીને જ રહેશે. હા ! એ કાગળ પછી પોસ્ટ નથી કરવાનો !' અપનાવો આ સંદેશને ! પ્રસન્નતા સ્વયં અનુભવી શકશો. ક્રોધ તો કેન્સર કરતાં ય ભયાનક છે, જે ક્રોધીને તો ખતમ કરે જ છે... તેના પરિવારને પણ નષ્ટ ક્ય વિના નથી રહેતી... - માયા એન્જલુ, 187