________________ કર્મ વગેરે પરિબળો દ્વિતીય મુલાકાતના સમયે હાજર હોતા જ નથી. બધું પ્રાયઃ બદલાઈ ચૂક્યું હોય છે. તો પછી શા માટે તેની સાથે જૂના વ્યવહારને યાદ રાખીને જ વર્તવું ? કોઈ પણ માણસમાં “અશુભ’ અને ‘શુભ રહેલું જ હોય છે. પરિસ્થિતિ વગેરે જેવા પ્રકારની મળે તેવા પ્રકારે શુભ-અશુભ પ્રકટ થતું હોય છે. આજનો ચોર માણસ પરિસ્થિતિ પલટાતા, સંતાદિનો સમાગમ થતા શાહુકાર પણ થઈ શકે છે. વિનોબા ભાવેનો સમાગમ થતાં ખૂંખાર કહેવાતા ચંબલની ખીણના ડાકુઓ પણ શસ્ત્રોના અને ચોરી-ચપાટીના પોતાના ધંધાનો આજીવન ત્યાગ કરનારા થયા તો તમારી આસપાસની વ્યક્તિઓ ચંબલની ખીણના ડાકુઓ જેવી તો નથી જ ને ! તો પછી બે મુલાકાત વચ્ચેના સમયગાળા દરમ્યાન કોઈ તેવા પ્રકારના સંતસમાગમ આદિને કારણે શક્ય છે કે તેને પોતાના જીવનને/વર્તાવને/વલણને બદલવાનો નિશ્ચય કર્યો હોય. કદાચ જૂના દુષ્ટ વ્યવહારની માફી પણ માંગવાની ઈચ્છા પ્રગટી ચૂકી હોય. સહુની સાથે સારો વ્યવહાર કરવાની પણ તૈયારી હોય. કિંતુ મેણા-ટોણા અને પાછો તેવા પ્રકારનો જ તમારો દુર્વ્યવહાર જોઈ-અનુભવી તેની ભાવધારા-વિચારધારા પલટાઈ જ જાય, તેવું શું શક્ય નથી ? તો શા માટે જૂના પૂર્વગ્રહના આધારે જ વ્યવહાર કરી તેના જીવનને સુધારવાની તક જ ન આપવી ? શા માટે તેના સત્સંકલ્પોને પણ ધરાશાયી કરી દેવા ? આજના માનવીની મનઃસ્થિતિ એવી છે કે પ્રથમ મુલાકાત વખતે થયેલો સામેવાળાનો ગુસ્સાયુક્ત સ્વભાવનો અનુભવ બીજી મુલાકાત વખતે પણ મનમાં તાદૃશ થઈ ઉઠે છે. માટે, “આ ગુસ્સાખોર છે' - આવી મનઃસ્થિતિ લઈને જ બીજી મુલાકાત વખતે તેની સાથે વાત કરતો હોય છે. માટે, સામેવાળાએ કોઈ જૂદા જ આશયથી કરેલી સારી વાતનું ઊંધું જ અર્થઘટન કરે છે. તે વ્યક્તિએ કરેલા 25 સારા વ્યવહારને માનવી યાદ રાખવા તૈયાર નથી. પરંતુ, ર૬મો જે ખરાબ વ્યવહાર કર્યો તેને જ વાગોળે રાખે છે. પછી, દુઃખી ન થાય તો થાય શું ? એટલી વાત તો નક્કી 141