________________ જન્મ જ થાય છે. તો પછી જેમ સામાન્યથી ગયા ભવની કોઈ સ્મૃતિ નવા ભવમાં આવનાર હોતી નથી, તેમ ગઈકાલની કોઈ નબળી સ્મૃતિને લઈને મારે આજે કોઈની પણ સાથે વ્યવહાર કરવો નથી. “આજે મારો છેલ્લો દિવસ છે' - અથવા તો “આજે મારો પહેલો દિવસ છે' - બન્નેમાંથી કોઈ પણ વિચારધારા પૂર્વગ્રહથી મગજને મુક્ત બનાવશે, રાખશે. જો આવા પ્રકારની વિચારધારા મગજમાં હોય તો દરેકની સાથે પ્રેમાળ વ્યવહાર જ થાય. બાકી, આજનો માનવી એકની એક વ્યક્તિને જ્યારે બીજી વાર મળે છે ત્યારે તે વ્યક્તિને મળવાને બદલે તેના માટે પોતે બાંધેલા નબળા વિચારોને જ મળતો હોય છે. કારણ કે સામેવાળી વ્યક્તિના વર્તમાન વ્યવહારને આધારે મૂલ્યાંકન કરી વ્યવહાર કરવાની તૈયારી આજના માનવીની નથી. તે તો સામેવાળી વ્યક્તિના નબળા વ્યવહારને આધારે વર્તમાનના સારા વ્યવહારને પણ મૂલવી તેની સાથે નબળો વ્યવહાર કરવા જ તૈયાર થાય છે. એટલે જ કોઈની સાથે તેનો સંબંધ સ્થાયીરૂપે બંધાતો નથી. પરિણામે તે દુઃખી દુઃખી થઈ જાય છે. એક વાત યાદ રાખવા જેવી છે કે જેમ એકની એક નદીમાં બે વાર પગ કદી મૂકી શકાતો નથી. તેમ એકની એક વ્યક્તિ સાથે કદી બે વાર મુલાકાત થઈ શકતી નથી. નદીનો પ્રવાહ સતત આગળ વધી રહેલો હોય છે. માટે, જ્યારે નદીમાં પ્રથમ વાર પગ મૂક્યો ત્યારે જે પાણીનો પ્રવાહ હતો તે પ્રવાહ નદીમાં બીજી વાર પગ મૂકતી વખતે હાજર હોતો જ નથી. માટે, એ પ્રવાહરૂપ નદીમાં કદી બે વાર પગ મૂકી શકાતો નથી. પહેલા પાણીમાં પગ મૂક્યો ત્યારે જે નદી હતી તે અને બીજી વાર પાણીમાં પગ મૂક્યો ત્યારની નદી - બે નદી પરમાર્થથી જુદી-જુદી જ છે. તેમ પહેલી વાર જે મુલાકાત થઈ ત્યારની વ્યક્તિ પછીના સમયોમાં સતત બદલાયે રાખે છે. કારણ કે કાળ, સંયોગ, પરિસ્થિતિ, વલણ, અભિપ્રાય, કર્મ - આ બધું દરેક વ્યક્તિમાં સતત બદલાતું હોય છે. મતલબ કે વ્યક્તિ પણ બદલાયે જ રાખતી હોય છે. મોટ પ્રથમ વાર મુલાકાત થઈ ત્યારના સંયોગ, પરિતિ , 140