________________ આવો કોઈક સંકલ્પ મગજમાં રમવો જોઈએ. ચંડકૌશિક સાપ જેવો સાપ પણ પ્રભુ વીરના સંપર્કથી જીવન પરિવર્તન કરી સાધકની ભૂમિકાએ પહોંચી ગયો. તો પછી જગતનો કોઈ પણ પાપી એવો નથી કે જે પાપીમાંથી પુણ્યાત્મા ન બની શકે. અર્જુનમાલી, દઢપ્રહારી વગેરેના ઘણા દૃષ્ટાંતો શાસ્ત્રોમાં નોંધાયેલા છે કે જેઓ પાપીપણાની ખાઈમાંથી પુણ્યશાળીપણાની ટોચને પામ્યા. હવે જેઓ તે પુણ્યાત્માની સાથે પણ જૂના પૂર્વગ્રહના આધારે જ વ્યવહાર કરે તેઓ તેને અન્યાય જ કરી રહ્યા છે ને ? માટે, આટલું મગજમાં કોતરી નાંખો કે - “જો હું જૂના જ સ્કેલમાપ મુજબ સામેવાળી વ્યક્તિ સાથે વ્યવહાર કરીશ તો મારાથી બહુ મોટો અન્યાય આચરાઈ જશે.” રેલ્વેમાં A/C કોચમાં માણસ મુસાફરી ખેડી રહ્યો હોય ત્યારે બાજુમાં બેસેલા પરિવાર સાથે કે વ્યક્તિ સાથે વાતચીત કેવી રીતે કરે ? આનંદથી જ ને ? અલકમલકની વાતો જ કરે ને ? જેવા પ્રેમથી અને જેવી પદ્ધતિથી માણસ A/C કોચમાં બેઠેલા પોતાના સયાત્રી સાથે વાત કરે છે, તેવા જ પ્રેમથી અને તેવી જ પદ્ધતિથી જે જે વ્યક્તિ મળે તેની સાથે વાત કરવા જેવી છે. “આ વ્યક્તિ પહેલા મને મળી હતી. તે વાત જ ભૂલી જાઓ. માનવી માટે આ વાત બહુ મુશ્કેલ છે. રોજે રોજ સંકલ્પ કરવા જેવો છે કે “આજે જે કોઈ પણ વ્યક્તિઓ મળે તે બધાની સાથે મારે પ્રેમથી જ વ્યવહાર અને વાતચીત કરવી છે. આવતીકાલની જગ્યાએ આવતો ભવ જ આવી જાય તેવી શક્યતા જ્યારે હરપળ રહેલી છે ત્યારે શા માટે કોઈની સાથે બગાડવું ?" તથા બીજી પણ વિચારધારા અપનાવી શકાય તેમ છે. આજે જ જન્મ લઈને ધરતી પર આવનાર માણસ શું કોઈની સામે દુર્વ્યવહાર કરે ? તે કોઈની સાથે પૂર્વગ્રહયુક્ત વ્યવહાર કરે ? ગયા ભવમાં થયેલ કોઈ દુર્વ્યવહારને યાદ રાખી આ ભવમાં વ્યવહાર કરે ? ન જ કરે. બસ ! તે જ રીતે જ્યાં હરપળ આવતીકાલની જગ્યાએ આવતો ભવ આવી જવાની શક્યતા રહેલી છે, ત્યાં આવતો ભવ આવવાને બદલે હરવખત આવતીકાલ જ ઊગી રહી છે. મતલબ કે હરરોજ મારો નવો 139