________________ જ છે કે કોઈકના સારા ભૂતકાળને યાદ કરવાથી સંબંધો સુધરે છે. તેના ખરાબ ભૂતકાળને યાદ કરવાથી સંબંધોમાં તિરાડ પડે છે. પ્રશ્ન હવે એટલો જ છે કે સંબંધ ટકાવવા છે કે તોડી નાખવા છે ? નબળું યાદ રાખીને દુઃખી થવું તેના કરતાં નબળું ભૂલી, સારું યાદ રાખીને સુખી થવું એ લાખ દરજે સારું છે - આ વાત ભૂલવા જેવી નથી. સુસ્થિત મહારાજા એવા ભગવાને જો આપણા નબળા ભૂતકાળને જ યાદ રાખ્યો હોત તો જિનશાસનમાં પ્રવેશ મળી શકત ? ભગવાને જો આપણા ઉજ્જવળ ભાવીની કામના રાખીને જ, તેને નજર સમક્ષ રાખીને જ જિનશાસનમાં પ્રવેશ આપ્યો છે તો આપણા સહુનું કર્તવ્ય બને છે કે, જગત આખાના ઉજ્વળ ભાવીને જ નજર સમક્ષ રાખી તેને આપણા હૃદયમંદિરમાં પ્રવેશ આપીએ. એક વસ્તુ સમજવા જેવી છે કે - ગોખેલી ગાથા/શ્લોક વગેરે ભૂલી જવા ન માંગીએ છતાં ભૂલી જવાય છે. જ્યારે કોઈને આપેલી ગાળ કદાપિ ભૂલાતી નથી. બહુ ઓછા માનવો એવા હોય છે કે જેની પાસે કોઈકે આપેલી ગાળ ભૂલી જવા માટેની વિસ્મરણશક્તિ હોય છે. આ વિસ્મરણશક્તિ તો ઈશ્વરની દેન છે. આપણો નંબર આવા માનવામાં લગાવવાનો છે. જો કોઈકના નબળા વ્યવહારને ભૂલવાની વિસ્મરણશક્તિ આપણી પાસે છે તો સમજવું કે ઈશ્વરની આપણી ઉપર કૃપા વરસી રહી છે. લગભગ માનવી પોતાની યાદશક્તિ કોઈના નબળા વ્યવહારને યાદ રાખવામાં એટલી ખર્ચ નાંખતો હોય છે કે પછી ગાથા યાદ રહેતી જ નથી ! વર્તમાનમાં કોઈ પણ પ્રકારનો નબળો વ્યવહાર ન કરનાર વ્યક્તિને તેના જૂના ભૂતકાળને યાદ રાખી અન્યાય કરવો સજ્જન માણસને યોગ્ય નથી - આ વાત મગજમાં કોતરી રાખવા જેવી છે. જો વર્તમાનમાં તે માનવી નબળો વ્યવહાર કરતો હોય તો પણ તેમાં કશું અજૂગતું માનવાની જરૂરત નથી. જેની પાસેથી તમે રૂા. 25,000 લીધા છે તે વ્યક્તિ બજારમાં તમને મળે ત્યારે તમારી પાસેથી જ રૂા. 25,000 માગે છે. તે વખતે મગજમાં શું એવો વિકલ્પ આવે છે કે “શા માટે આ વ્યક્તિ મારી જ પાસે રૂપિયા માંગે છે ? બીજા 500 જણા છે તેની પાસે કેમ નહીં ?" ૧૪ર.