________________ દુર્વ્યવહાર ન કર્યો હોય, સારો વ્યવહાર જ કર્યો હોય. પણ ભૂતકાળમાં ચોક્કસ તેની સાથે કે બીજા કોઈની સાથે દુર્વ્યવહાર કર્યો જ હોવો જોઈએ. બાકી પડઘામાં દુર્વ્યવહાર સામેવાળા તરફથી મળે જ નહીં. આ રીતે જો સામેવાળી વ્યક્તિ માત્ર પડઘો જ પાડનાર હોય તો એ ગુનેગાર કેવી રીતે ? એના ઉપર ગુસ્સો થાય જ કેવી રીતે? સજન, ખાનદાન, કુલીન માણસ સામેવાળી વ્યક્તિ નિર્દોષ છે તે જાણ્યા પછી પણ તેને શું દંડે ? શાસ્ત્રની દૃષ્ટિએ સ્પષ્ટ રીતે તમને ખબર છે કે સામેવાળી વ્યક્તિ નિર્દોષ જ છે તો પછી તેને દંડ દેવો શું યોગ્ય કહેવાય ? નિર્દોષને દંડ દેનાર ખાનદાન કહેવાય ? કુલીન કહેવાય ? જો ખાનદાની જાળવી રાખવી હોય તો ગુસ્સાને તિલાંજલિ આયે જ છૂટકો. તથા આ પડઘાની પોલિસી સર્વવ્યાપક છે. સામેવાળો તમારી સાથે દુર્વ્યવહાર કરે છે તો તેનું ફળ તેને મળશે જ. તેનો પડઘો તેને સાંભળવો જ પડશે. પણ, તમારે તો તેના પ્રત્યે સારો વ્યવહાર જ કરવો પડશે. સારો વ્યવહાર કરવા છતાં કદાચ તરતમાં તે પોતાનો દુર્વ્યવહાર ન પણ છોડે. પરંતુ તમે જે સારો વ્યવહાર કરો છો તેના પડઘા પણ અવશ્ય પડશે જ. તે વખતે આખા જગત તરફથી તમને સારો વ્યવહાર મળશે જ. જેમ ગોળ ગુંબજમાં એક વાર ખરાબ શબ્દ બોલો પછી તરત સારો શબ્દ બોલો તો પણ ખરાબ શબ્દ પાડેલા પડઘા 21 વાર સાંભળવા જ પડે. ભલે ને તે વખતે તમે સારો શબ્દ બોલી ચૂક્યા હો કે બોલી રહ્યા હો. જેટલી આ ક્ષેત્રમાં તમારી સ્પષ્ટ સમજણ છે તેટલી જ સ્પષ્ટ સમજણ કોઈના દુર્વ્યવહાર વખતે રાખવા જેવી છે. ઊંડે ઊંડે જીવને અપેક્ષા પડેલી હોય છે કે “હું આની સાથે સારો વ્યવહાર કરું છું તો તેણે પણ મારી સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. માટે જ્યારે તમે સારો વ્યવહાર કરો છો ત્યારે પણ જો સામેવાળા તરફથી દુર્વ્યવહાર જ મળે તો મગજની કમાન છટકી જાય છે. યાદ રહે ! જૂના જે ખરાબ શબ્દો બોલ્યા છે, તેના પડઘા 117