________________ કર્મસત્તાએ જેટલા નક્કી કર્યા છે તેટલા સાંભળવા જ પડશે. હા ! જે સારો વ્યવહાર તમે કરો છો તે એળે નહીં જાય, તેના પણ સારા પડઘા સાંભળવા મળશે જ. ફક્ત થોડી ધીરજ કેળવો. આ ઈકો પોલિસી શાશ્વત-સનાતન સિદ્ધાંત રૂપ છે. સારી -નરસી પ્રવૃત્તિના સારા-નરસા પડઘા સાંભળવા જ પડે છે. તેમાંથી ભલભલા રાજાઓનો પણ છૂટકારો નથી થતો. મણિરથ રાજા પોતાના નાના ભાઈ યુગબાહુની પત્ની મદનરેખા ઉપર મોહ્યો હતો. કામાંધ થયેલ રાજાને ગમે તેમ કરી પોતાના ભાઈની પત્ની મદનરેખાને વશ કરવી છે. પરંતુ જ્યાં સુધી યુગબાહુ જીવતો હોય ત્યાં સુધી તો મદનરેખા પોતાને મળે તે શક્ય નથી. એક વાર યુગબાહુ અને મદનરેખા બાગમાં ગયા હતા. રાત્રિનો મુકામ પણ તે જ ઉદ્યાનમાં તંબૂમાં રાખ્યો હતો. વાતાવરણ ખુશનુમા હતું. આ સમયે મણિરથ પોતાના કાળા મનોરથોને સાર્થક કરવા રાત્રિના અંધકારમાં અંધારપછેડો ઓઢીને આવે છે. લાગ મળતાં જ સૂતેલા યુગબાહુ ઉપર ઘા લગાવી ભાગે છે. યુગબાહુની ચીસ સાંભળતા જ મદનરેખા ઝબકીને જાગી જાય છે. જોયું તો પરિસ્થિતિ સમજાઈ ગઈ - મણિરથ, પોતાનો જેઠ પોતાને વિધવા બનાવવા માટે, પોતાને મેળવવા માટે બનતું કરી છૂટ્યો હતો. યુગબાહુનો અંતસમય નજીકમાં જ જણાતો હતો. તરત જ મદનરેખાએ પતિની મરણદશાને સુધારી લેવા માટે તૈયારી આરંભી. મદનરેખા પતિની આંખમાં આવી ગયેલી લાલાશ પારખી ગઈ. તરત જ તેણે કીધું - “વહાલા સ્વામી ! મણિરથ એ મારનાર નથી. એ તો માત્ર નિમિત્ત જ છે. આપણા જ સુકૃતો કે દુષ્કતો સામેવાળાને નિમિત્ત બનાવી આપણી સામે પડઘા રૂપે ઉપસ્થિત થતા હોય છે. માટે, મોટા ભાઈને દોષિત ન માનો. તેઓની સાથે ક્ષમાપના કેળવો. ઉપશમ ભાવમાં ઝીલો. અંત સમય સુધારી લો.” હૃદયમાંથી નીકળેલા આ શબ્દોએ ખરો જાદુ કર્યો. યુગબાહુનું ચિત્ત સમાધિમાં સ્થિર બન્યું. મૃત્યુ બાદ દેવલોકમાં જવાનું સૌભાગ્ય સાંપડ્યું. મદનરેખાએ પણ મણિરથ ઉપર દુર્ભાવ ન થાય તેનું ધ્યાન રાખ્યું હતું. તે પણ સમજતી 118