________________ અકબરે જે તમાચો બિરબલને માર્યો, તેના પડઘા રૂપે તરત જ પોતાને તમાચો ખાવો પડ્યો. તેમ અતિતીવ્ર ભાવે કરેલા પાપોનો પડઘો પણ તરતમાં જ પડતો હોય છે. “મારી દીકરીની જીંદગી બગાડનાર એ ગજસુકુમાલ શું સમજે છે પોતાના મનમાં ? બતાવી દઉં એને કે રાજકુમાર છે એટલે કોઈને પણ રઝળતા મૂકી દેવાનો અધિકાર નથી મળી જતો. જો દીક્ષા જ લેવી હતી તો લગ્ન શા માટે કર્યા ?" - મગજમાં આ ધાંધલ મચી. તેના પ્રતાપે સોમિલ સસરાએ ગજસુકુમાલના માથે સળગતા અંગારા ભર્યા. ખેરના અંગારા ભરી પોતે જ્યારે પાછો ફરી રહેલ છે, ત્યારે સામે જ કૃષ્ણ મહારાજ આવતા દેખાયા. કૃષ્ણ મહારાજના ભાઈને ખતમ કરીને પોતે આવી રહેલ છે. તેથી ભારે ભય લાગ્યો અને એ ભયના આઘાતમાં ત્યાં ને ત્યાં પોતાનું હૃદય બંધ પડી ગયું. પોતે પરલોકની યાત્રાએ રવાના થઈ ગયો. સાધુહત્યાનું પાપ ત્યાં ને ત્યાં ભરખી ગયું. પોતે કર્યું તે મુજબ પડવો તરત સંભળાઈ ગયો. - જ્યારે આ ભવમાં આપણી સાથે કોઈ દુર્વ્યવહાર કરે છે ત્યારે સમજી લેવું કે “આ તો ભૂતકાળમાં મેં એની સાથે કે બીજા કોઈની સાથે દુર્વ્યવહાર કર્યો હશે તેનો જ પડઘો છે. તો પછી તેમાં સામેવાળો દોષિત કે હું પોતે ? સામેવાળા ઉપર મારે શાને ગુસ્સો કરવો ? જેમ તમે ગોળગુંબજમાં ગાળ બોલશો તો ર૧ વાર તમારે પોતાને ગાળ સાંભળવી પડશે. એમાં વાંક તમારો છે, ગોળગુંબજનો નહીં. જો તમે સારા શબ્દો બોલશો તો ગોળગુંબજ સારા શબ્દો પણ 21 વાર સંભળાવશે. આ ગણિત આપણા મગજમાં સ્પષ્ટ છે. જગતની તમામ વ્યક્તિઓ પણ “ન્યૂટ્રલ છે, મધ્યસ્થ છે. વાંક તો ખુદ પોતાની જાતનો જ હોય છે. કારણ કે એક વાર દુર્વ્યવહાર પોતે કર્યો હોય, તેના પડઘા રૂપે જ સામેવાળો દુર્વ્યવહાર કરે છે. જો દુર્વ્યવહાર પોતે ન કર્યો હોય તો પડઘામાં સામેવાળો દુર્વ્યવહાર કરે જ નહીં. જો પડઘામાં સામેવાળી વ્યક્તિ તરફથી દુર્વ્યવહાર જ મળતો હોય તો સમજવું કે ચોક્કસ તમે પોતે ભૂતકાળમાં દુર્વ્યવહાર કર્યો છે. કદાચ વર્તમાનમાં તેની સાથે 116