________________ ભગવાન કહે છે - મારા શરણે આવનારને દુઃખી થતો હું જોઈ શકતો નથી. મારા શરણે ખરી રીતે આવનારના આ ભવને અને આવતા ભવોને રક્ષવા હું તૈયાર છું. જીવનમાં જ્યારે દરેક જગ્યાએથી જાકારો મળે ત્યારે અંતરમાં જે પ્રવેશ પામે તે પ્રભુભક્તિ. આખું જગત જ્યારે અશરણ લાગે ત્યારે ખરી રીતે એ જગત્પતિ પરમાત્મા શરણ તરીકે લાગે છે, પ્રભુભક્તિ અંદરમાં પ્રવેશ પામી શકે છે. દમયંતીને પણ પતિ સહિત આખા જગત તરફથી જંગલમાં જ્યારે જાકારો મળી ગયો ત્યારે પ્રભુભક્તિએ અંદરમાં પેસારો કર્યો. ત્યારે પ્રભુભક્તિએ પોતાનો પરચો બતાવ્યો. પ્રભુભક્તિનું પ્રાથમિક ફળ જ આ છે કે - જ્યારે આખું જગત સાથ-સહકાર આપવા માટે લાચાર થઈ જાય ત્યારે પ્રભુભક્તિ બચાવવા આવે છે. ગયા ભવમાં કરેલી પ્રભુભક્તિ પણ આ ભવમાં બચાવવાનું કામ કરે છે. પતિદેવો એક સાડી ન લાવી આપે તો ય છંછેડાઈ જતા આજના બહેનો ! અને અહીં તો પોતાને પતિએ છોડી મૂકી છતાં લેશ પણ દુર્ભાવ કર્યા વિના દમયંતી ગુફામાં મૂર્તિનું નિર્માણ કરે છે. દમયંતી આટલી હદની સ્વસ્થતા અને સમાધિ મેળવી શકી તેના મૂળમાં પ્રભુભક્તિ જ છે. ગુફામાં મૂર્તિનિર્માણ કરી દમયંતી દિવસોના દિવસો પ્રભુભક્તિમાં જ પસાર કરી દે છે. આપત્તિના ઢગ વરસ્યા પણ દમયંતીને તો જાણે પ્રભુભક્તિના ઊંડાણમાં કશી અસર જ નથી આપત્તિઓના ઢગ ખડકાય ત્યારે ક્રોધને કંટ્રોલમાં રાખવા માટેની બહુ સરસ મજાની યુક્તિ આ ફીશ પોલિસી દેખાડે છે. કોઈકે તમારા રૂા. 50,000 દબાવ્યા, બીજાએ રૂા. ર,૦૦,૦૦૦ દબાવ્યા, સંઘમાં કે પરિવારમાં કે સમાજમાં તમારું કશું માન નથી, તમે કોઈ સારી વાતનો પ્રસ્તાવ મૂકો છતાં તે રદબાતલ ઠરે છે, આવા સમયે ચર્ચા કે જીભાજોડી કરવાના બદલે પ્રભુભક્તિનું જ શરણું લેવા જેવું છે. બાકી પૈસા ઉઘરાવવા માટે વધુ પડતી જીભાજોડી કરવા ગયા કે પોતે રજૂ કરેલ પ્રસ્તાવ | સુઝાવ એકદમ વ્યાજબી છે - તેવું સાબિત કરવા માટે ચર્ચા કરવા બેઠા તો પરિણામમાં માત્ર ક્રોધની આગ જ જોવા મળશે. કારણ 104