________________ કે અત્યારે પાપોદય ચાલી રહ્યો છે. તેમાં તમને તમારા પૈસા તરત પરત મળે કે પ્રસ્તાવ સ્વીકારાઈ જાય - તેવી શક્યતા નથી. એટલે ગુસ્સો પણ આવ્યા વિના રહેવાનો નથી. હા, પૈસા પરત મેળવવા માટે સામાન્ય પ્રયાસો કરો ત્યાં સુધી ક્ષમ્ય ગણી શકાય. પણ, વધુ સઘન પ્રયાસો કરવા જતાં સંકુલેશ પેદા થાય તે તો હરગીઝ ન ચાલી શકે. નસીબ જ જ્યાં વાંકું ચાલે છે, ત્યાં સામેવાળો સીધો ચાલે તેવી શક્યતા ક્યાં રહે ? માટે, આવા સમયે તો અન્યથા શરણં નત્તિ - “આ જગતમાં અત્યારે મારું કોઈ શરણ નથી. શરણ જો કોઈ હોય તો તે માત્ર પરમાત્મા જ છે' - આ ભાવમાં જ રમવા જેવું છે. પછી કર્મસત્તા કશું જ બગાડી ન શકે. કશી જ હેરાનગતિ ન કરી શકે. આખું જગત કર્મસત્તાના કબજામાં છે. પણ જે જીવો પ્રભુભક્તિના માધ્યમે પરમાત્માના શરણે પહોંચી ગયા છે, પરમાત્માનું શરણું જેઓએ સ્વીકારી લીધું છે તેઓ પરમાત્માના કબજામાં છે, કર્મસત્તા તેનું કશું જ બગાડી ન શકે. બહારથી ભલે એ જીવ દુઃખી દેખાય પણ અંદરમાં તો પ્રભુના કબજામાં રહેલો જીવ પરમ સુખી હોય છે. તેના સુખની, સમાધિની એક કાંકરી પણ ખેરવવાની તાકાત આ કર્મસત્તાની નથી. ઓચિંતો પેરાલીસીસનો એટેક આવેલો હોવાથી સંવત્સરી પ્રતિક્રમણમાં પ્રવર્તકપ્રવર શ્રીધર્મગુપ્તવિજયજી મહારાજા ધડ દઈને પડી ગયા. પરંતુ આ તો પ્રભુના કબજામાં રહેનારા સાધક હતા. તરત જ અરિહંત.. અરિહંતના નાદમાં પ્રભુભક્તિનું શરણું લઈ લીધું, પ્રભુભક્તિના ઊંડાણમાં ખોવાઈ ગયા. એટલે જ કોઈ પણ જાતની હાયવોય કરવાના બદલે આવા સમયે અરિહંતનો નાદ ખરા અર્થમાં તેઓશ્રી પકડી શક્યા. બાકી આ કાળઝાળ વેદનામાં અરિહંત યાદ પણ ક્યાં આવે ? આ રોગનો એટેક આવ્યો તેની પહેલાં પણ આ પ્રભુભક્તિરસિક પૂજ્યશ્રી ઊભા ઊભા ત્રણ-ત્રણ કલાક સુધી પ્રભુને ગદ્યમાં પ્રાર્થના કરતા હતા. જ્યારે આ પૂજ્યશ્રી પ્રભુની સામે સંવેદનામાં ડૂબકી લગાવે ત્યારે આખા જગતની સાથે સમયને પણ ભૂલી જતા. પ્રભુભક્તિની પાડેલી આ ટેવે, 105