________________ જ આનો શબ્દાર્થ તો સ્પષ્ટ છે પણ ભાવાર્થ સમજ્યા વગર પદાર્થનો 5 બોધ થવો અશક્ય છે. માટે સૌપ્રથમ ચંદ્ર આદિના અયનોની જાણકારી અંતર્ગત યુગનો શબ્દાર્થ અને તેની શરૂઆત સમજવી જરૂરી છે. યુગ = કાળનું માપ = 5 વર્ષનો સમૂહ. જેની વિશેષ માહિતી પાછળથી બતાવાશે પણ યુગની શરૂઆત શ્રા.વ. 1 (શાસ્ત્રીય) એટલે અષાઢ વદ-૧ થી અપાય છે. उक्तं हि-सावणबहुलपडिवए, बालवकरणे अभीइनक्खत्ते सव्वत्थ पढम समए, जुगस्स आई विआणाहि / सर्वत्रेति भरतैरावतविदेहेषु भाव्यम् अवसर्पिण्यां षण्णामरकाणाम् अप्यादिरत्रैव / વળી લોકપ્રકાશમાં જણાવ્યું છે. चंद्रोत्तरायणारम्भो युगादिसमये भवेत् / प्रागुत्तरायणं पश्चाद्याम्यायनमिति क्रमः ||466 / / सर्ग-२० प्रवृत्तिः स्याद्यतो ज्योतिश्चक्रचारैकमूलयोः / सूर्ययाम्यायनशीतांशूत्तरायणयोः किल ||467 / / सर्ग-२० એટલે કે શ્રાવણ વદ-૧ના બાલવ નામના કરણામાં ભરત-ઐરવતમાં સૂર્યોદયના પ્રથમ સમયે, યુગની શરૂઆત થાય છે આ સાથે-સાથે ચંદ્રનું ઉત્તરાયણ અને સૂર્યનું દક્ષિણાયન શરૂ થાય છે. એટલે કે ચંદ્ર સર્વ બાહ્યમંડલમાં હોય પછી તેનું ઉત્તરાયણ શરૂ થાય ત્યારે યુગની શરૂઆત થાય અને સર્વ બાહ્ય મંડલમાં રહેલા ચંદ્રનો સર્વ અત્યંતર મંડલમાં રહેલા અભિજીતુ સાથે યોગ થાય અને સર્વ અત્યંતર મંડલમાં રહેલા સૂર્યનું દક્ષિણાયન તે જ વખતે શરૂ થતા સર્વ અધ્યેતર મંડલમાં રહેલા સૂર્યનો સર્વ બાહ્ય મંડલમાં રહેલા પુષ્ય સાથે યોગ થાય છે. આમ, સૂર્ય અને અભિજીત નક્ષત્ર બન્ને એક જ મંડલ પ્રથમ (સર્વ અભ્યતર) મંડલમાં તથા ચંદ્ર અને પુષ્ય બંન્ને એક જ સર્વબાહ્ય મંડલમાં હોવા છતાં તેઓનું પરસ્પર પૂર્વ પશ્ચિમ આંતરુ હજારો યોજનાનું છે. જ્યારે 1 લા મંડલમાં રહેલા સૂર્ય તથા 8 માં મંડલમાં રહેલા પુષ્ય વચ્ચે માત્ર 510 યો. તથા 8 માં મંડલમાં રહેલા ચંદ્ર તથા 1 લા મંડલમાં રહેલા અભિજીત વચ્ચે 510 યો. નું જ આંતરુ છે. માટે તેનો યોગ યુક્તિસંગત છે. આમ મંડલની ભિન્નતા યોગ માટે બાધક છે તેવું નથી. પણ સૂર્ય કે ચંદ્રથી નજીક૮