________________ (C) ચંદ્ર સાથે નક્ષત્રોના યોગો >> આ પદાર્થને સમજતા પૂર્વે એક કાલ્પનિક ઉદાહરણ જોઇએ. 1 લાખ) કિ.મી. વ્યાસવાળી એક વર્તુળ જગ્યા છે. આટલી વિશાળ જગ્યામાં જરૂરી માલસામાન પહોંચાડવા તે વર્તુળની બોર્ડરના 180 km. અંદરથી લઇ બોર્ડર બહાર 330 k.m. સુધીના કુલ 510 k.m. એરીયાની અંદર અલગ-અલગ ઊંચાઇના 3 ઓવરબ્રીજ બનાવામાં આવ્યા છે. તેની વિશેષ માહિતી નીચે મુજબ છે. 1. પ્રથમ બ્રિજ 510 km. પહોળાઇવાળો 3 લાખ 16 હજાર km. પરિધિવાળો મતલબ 1 લાખ km. ના વર્તુળને સંપૂર્ણપણે કવર કરીને રહેલો છે. તેનો રસ્તો 183 લેનમાં વહેંચાયેલો છે તથા તેમાં પરસ્પર જોડાણ છે માટે પરસ્પરમાં આવન-જાવન વ્યવહાર છે. 2. બીજો બ્રિજ તે પ્રથમ બ્રીજની ઉપર તેવી જ રીતે ગોઠવાયેલો છે. તેના રસ્તો 15 લેનમાં વહેંચાયેલો છે. પરસ્પર જોડાણ હોવાથી આવન-જાવન વ્યવહાર છે. 3. ત્રીજો બ્રિજ તે બીજા બ્રિજની ઉપર ગોઠવાયેલો છે પણ તેમાં ભેદ એટલો જ છે કે તે ત્રીજા બ્રિજના 8 ભેદ પડે છે. તે દરેક 1 લેનવાળા જ માર્ગો છે. માત્ર સમાન લેવલ પર જ તે બ્રિજ રહેલા છે, બાકી તે 8 ને પરસ્પર કોઇ જોડાણ નથી. માટે તેમાં આવન-જાવન વ્યવહાર નથી. - પ્રથમ બ્રિજ પર કાયમી એક જ ટ્રક ક્રમશ: 183 લેનમાં 1 કલાકના 60 |km. ની ઝડપે સતત ફરે છે. બીજા બ્રીજ પર કાયમી એક જ ટ્રક ક્રમશઃ 15 લેનમાં કલાકના 50 km. ની ઝડપે ફરે છે. ત્રીજા બ્રીજ પર અલગ અલગ 8 લેનમાં અલગ-અલગ સ્થાને થઇ નાનીનાની 28 ગાડીઓ 1 કલાકમાં 70 km. ની ઝડપે ફરે છે. માટે જમીન પર રહેલા માણસને દેખાતા દ્રશ્યમાં