________________ po P rova $ 5) ચંદ્રના માંડલા અને તેની કે તે વિશેષ માહિતીઓ. . જે જ્યોતિક્ષક્રનો રાજા ચંદ્ર છે. ચંદ્ર અંગેની આધુનિક વિજ્ઞાનની ઘણી માન્યતાઓ જેવી કે - 1) ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. 2) પૃથ્વીની આસપાસ ફરે છે. 3) સૂર્યથી ઘણો નાનો છે. 4) પર પ્રકાશિત છે. વગેરે સર્વજ્ઞના દર્શનથી જુદી પડે છે. જિનશાસનમાં ચંદ્રને જ્યોતિશ્ચક્રનો સૌથી વિશાળ વ્યાપ ધરાવનાર તથા મુખ્ય અધિપતિ માનવામાં આવે છે. સૂર્યનું વિમાન યોજન છે જ્યારે ચંદ્રનું વિમાન યોજન છે. મતલબ સૂર્યનું બિંબ પોણા યોજનથી કંઇક અધિક થાય જ્યારે ચંદ્રનું બિંબ 1 યો. થી કંઇક જ ન્યૂન થાય. ખ્રિસ્તીઓ સૂર્ય વર્ષ-સૂર્ય પચાંગને અનુસરે છે. મુસલમાનો ચંદ્ર વર્ષ-ચંદ્ર પંચાંગને અનુસરે છે. પારસીઓ નક્ષત્ર વર્ષ-નક્ષત્ર પંચાંગને અનુસરે છે. જ્યારે જિનેશ્વર ભગવંત પ્રરુપિત આગમો, ચંદ્ર-સૂર્ય-નક્ષત્ર સર્વને અનુસરે છે માટેય દિન-રાત સાથે ચંદ્રને સીધો સંબંધ ન હોવા છતાં ચંદ્રના મંડલાદિની જાણકારી જિનમતને જાણવા અતિ જરૂરી છે. પ્રશ્ન : દિન માટે સૂર્ય કારણભૂત છે તેમ રાત માટે ચંદ્ર કારણભૂત નહીં ? ઉત્તર : ના, દિન માટે સૂર્ય કારણભૂત છે તેમ રાત (અંધકાર) માટે સૂર્યનો ? (પ્રકાશનો) અભાવ જ કારણભૂત છે.