________________ x- ) :4. સૂર્યના માંડલા અને તેની વિશેષ માહિતીઓ 8 K. De8 છે ? (a) માંડલાની સંખ્યા તથા ક્યાં કેટલા માંડલા ? (b) માંડલાનું પરસ્પર અંતર તથા અબાધા પ્રરૂપણા. (c) બે સૂર્યનું પરસ્પર અંતર (1) મંડલ ચાર પ્રરૂપણા. (a) માંડલાની સંખ્યા તથા ક્યાં કેટલા માંડલા ? સમભૂતલાથી 800 યો. ઉપર જંબૂઢીપની જગતીથી અંદર 180 યો. એટલે જંબૂદ્વીપના મધ્યથી 49820 યો. અથવા મેરૂથી લગભગ 44820 યો. દૂરથી બન્ને બાજુ રહેલા સૂર્ય સર્વઅત્યંતર માંડલા પર કર્ક સંક્રાન્તિના દિવસે હોય છે. જે ક્રમશઃ કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, અને ધન એમ પ્રત્યેક રાશિ સાથે 30 દિવસ સંયોગ કરતા કુલ 183 દિવસમાં દક્ષિણ બાજુ ગતિ કરે છે તેમ કરતા કરતા જંબૂદ્વીપના 180 યો. તથા જગતીથી 330 ચો. યો. દક્ષિણમાં લવણસમુદ્ર તરફ એટલે કુલ 184 માંડલામાં કુલ 510 યો. જ અંતર પસાર કરી સર્વબાહ્ય મંડલમાં પહોંચે છે, અને તેજ વખતથી મકર સંક્રાંતિના દિવસથી ફરીથી તે જ રીતે મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન રાશિ સાથે સંયોગ કરી તરત ઉત્તર તરફ 184 માંડલા પસાર કરી ૧૮૩માં દિવસે ફરીથી કર્ક સંક્રાંતિના દિવસે સર્વ અત્યંતર મંડલ તરફ પહોંચે છે. કુલ માંડલા 184 છે માટે વચ્ચેનું અંતર 183 થાય, વળી. દક્ષિણાયન : સર્વ અત્યંતર મંડલ (1) + 182 વચ્ચેના મંડલો + સર્વ બાહ્ય મંડલ (1) = 184 મંડલ ઉત્તરાયણ સર્વ બાહ્યમંડલ (1) + 182 વચ્ચેના મંડલો + સર્વ અત્યંતર મંડલ (1) = 184 મંડલ થાય પણ, સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં તથા સર્વ બાહ્ય મંડલમાં પણ 1 જ દિવસ " રહે. બાકીના 182 મંડલમાં આવતા-જતા બન્નેવાર રહે છે.