________________ નાની વસ્તુ પણ આવી જતા દૂરની વસ્તુ જોવામાં નડતરરૂપ બને. આપણી ઉપર 5 એકસરખી ઊંચાઇએ રહેલ વસ્તુ પહેલા દૂર હોય અને પછી નજીક આવતી) હોય ત્યારે આપણને લાગે છે કે તે વસ્તુ નીચેથી ઉપર આવી રહી છે. એ જ રીતે આપણી ઉપર એકસરખી ઊંચાઇએ રહેલ વસ્તુ પહેલા નજીક હોય અને પછી દૂર જતી હોય ત્યારે આપણને લાગે છે કે તે વસ્તુ ઉપરથી નીચે જઇ રહી છે. જંબૂદ્વીપનો સૂર્ય, ચંદ્ર જંબૂદ્વીપની જગતીથી 180 ચો. મેરૂ બાજુ અને 330 યો. લવણસમુદ્ર બાજુ એટલે કે કુલ 510 યો. જેટલા આકાશના વિસ્તારમાં ક્રમશઃ ફરે છે, આમ તેમનું ચાર ક્ષેત્ર 510 યો. થાય. નક્ષત્રના માંડલા અવસ્થિત છે. છતાં પણ 1 ચંદ્રના પરિવારભૂત 28 નક્ષત્રો પણ આજ પ૧૦ યો. ની અંદર સ્વ-સ્વના મંડલમાં રહી સતત ફરે છે. બાકીના ગ્રહ-તારાનું ચારક્ષેત્ર સ્પષ્ટપણે શાસ્ત્રમાં મળતું નથી. તારા નક્ષત્રની જેમ વર્તુળાકારે ગતિ કરે છે-વલયાકારે ગતિ કરતા નથી, માટે તેનું ઉત્તરાયણ-દક્ષિણાયન હોતા નથી. માત્ર જંબુદ્વીપમાં બે તારા વચ્ચેનું વ્યાઘાત-નિર્ચાઘાત અંતર મળે છે તે નીચે મુજબ છે. નિર્ચાઘાત અંતર | વ્યાઘાત અંતર, 500 ધનુ. 266 યો. ઉત્કૃષ્ટ 2 ગાઉ 12,242 યો. જઘન્ય