________________ આમ, 184 માંડલા હોવા છતાં દક્ષિણાયન, ઉત્તરાયણ પ્રત્યેકમાં 183 ' માંડલા = 183 દિવસ થાય તે આ રીતે 182 માંડલા + સર્વ બાહ્ય મંડળ = દક્ષિણાયન = 183 માંડલા = 183 દિવસ. ૧૮ર માંડલા + સર્વ અત્યંતર મંડળ = ઉત્તરાયણ = 183 માંડલા=૧૮૩ દિવસ. આમ 183 + 183 = 366 દિવસે સૂર્યનું દક્ષિણાયન અને ઉત્તરાયણ પૂર્ણ થાય છે. જેને આપણે 1 વર્ષ માનીએ છીએ. અને તેને 12 વડે ભાગતાં 30 દિવસ આવે તે 1 મહિનો કહેવાય. આમ સૂર્યવર્ષ (સંવત્સર) = 366 દિવસ. સૂર્ય માસ = 30 દિવસ or 30 1 યુગ = 5 વર્ષમાં 366 x 5 = 1830 દિવસ. 12 x 5 = 60 મહિના આવે. 184 માંડલામાંથી જંબૂદ્વીપમાં 65 અને લવણમાં 119 માંડલા આવે. જંબૂદ્વીપમાં 65 માંડલામાંથી ૬ર માંડલા નિષધ પર્વત પર છે, 3 માંડલા નિષધ પર્વતની બાહા પર છે. આ શ્રી મુનિચન્દ્રસૂરિજીનો મત છે. સમવાયાંગવૃત્તિ (63 મું સ્થાન) તથા સંગ્રહણી વૃત્તિમાં કહ્યું છે જંબૂદ્વીપમાં 65 માંડલામાંથી 63 માંડલા નિષધપર્વત પર છે, 2 માંડલા નિષધપર્વતની બાહા પર છે. ચંદ્ર મંડલોના 14 આંતરા છે. તથા સૂર્યના 184 માંડલા છે. 1) ચંદ્રમંડલના પહેલા 4 આંતરામાં 12-12 સૂર્યમંડલ છે = 12 x 4 = 48 2) ચંદ્રમંડલના છેલ્લા 4 આંતરામાં 12-12 સૂર્યમંડલ છે = 12 x 4 = 48 3) ચંદ્રમંડલના વચ્ચેના 6 આંતરામાં 13-13 સૂર્યમંડલ છે = 13 x 6 = 78 4) ચંદ્રના પહેલા પ મંડલ સૂર્ય મંડલ સાથે સાધારણ છે = 5 ચંદ્રના છેલ્લા 5 મંડલ સૂર્ય મંડલ સાથે સાધારણ છે = 5 1. સૂર્યના કુલ મંડલ = 48 + 48 + 78 + 10 = 184 કુલ મંડલ.