________________ પૂર્વ મહાવિદેહ માટે જે પૂર્વ તે એરવત માટે પશ્ચિમ દિશા. વળી મેરૂપર્વત બધાની ઉતરમાં થશે અને લવણ સમુદ્ર બધાની દક્ષિણ દિશા માં થાય. ક્ષેત્ર દિશા : સમભૂતલાના સ્થળે મેરૂ પર્વતની બરાબર મધ્યમાં રહેલા 8 રુચક પ્રદેશો જે ગાયના સ્તનના આકારે રહ્યા છે તેની ઉપરથી ક્ષેત્ર દિશા નક્કી થાય છે. તેમાં ગાડાની ધુસરી જેવા આકારવાળી દિશાઓ છે. તેમાં શરૂઆતમાં 2 પ્રદેશ છે અને ઉત્તરોત્તર 2-2 પ્રદેશ વધે છે. જે ક્રમશઃ મોટી થાય છે. અને માત્ર એક પ્રદેશ આત્મક વિદિશા હોય છે. આકૃતિ: 5 | રુચક પ્રદેશમાંથી ઉત્પન્ન થતી દિશા તથા વિદિશાઓ વાયવ્ય ઉત્તર ઈશાન પશ્ચિમ નૈઋત્ય દક્ષિણ અગ્નિ આ ઉપરાંત તેની ઉપરની તે ઊર્ધ્વ દિશા. તેની નીચેની તે અધોદિશા. એ મુજબ ક્ષેત્ર દિશા છે. એ બે દિશા ચાર પ્રદેશની હોય છે. AS