________________ આ રીતે આ સર્વ ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાના ચર વિમાનો જંબૂદ્વીપના મેરૂને કેન્દ્રમાં રાખી સતત તેની આજુબાજુ ફરે છે. સૂર્ય-ચંદ્ર-ગ્રહના વિમાનો જ અનવસ્થિત (અનિયત) (અલગ-અલગ) માંડલામાં ફરે છે જ્યારે નક્ષત્રો અને તારાઓ અવસ્થિત (નિયત-ચોક્કસ) માંડલામાં જ રહી મેરૂની આજુ બાજુ સતત ફરે છે, લઘુક્ષેત્રસમાસની વૃત્તિમાં પૂ. હરિભદ્રસૂરિ મ.સા. જણાવે છે કે મેરૂની ચારે બાજુ રહેલા ચાર ધ્રુવના તારાઓ સ્વયં સ્થિર છે અને તેના પાર્શ્વવર્તિ પરિવારના તારાઓ તેની આજુબાજુ ફરે છે. બાકીના તમામ સૂર્ય-ચંદ્રાદિ મેરૂની આસપાસ ફરે છે માટે જ દિવસ-રાત-ગ્રહણાદિ તથા શિયાળો-ઉનાળો-ચોમાસુ વગેરે ઋતુઓનું નિર્માણ થાય છે. વિશેષમાં જંબૂદ્વીપના બે સૂર્ય 184 માંડલામાં, બે ચંદ્ર-૧૫ માંડલામાં, ભિન્ન ભિન્ન નક્ષત્ર ક્રમશ : 8 માંડલામાં, દરેક ગ્રહો પોત-પોતાના અલગ માંડલામાં રહી મેરૂની આજુબાજુ પ્રદક્ષિણાઆકારે સતત ભમે છે. વિમાનોનું આકાશમાં જે ઉંચાઇએ સ્થાન છે તેનાથી ઉંચે કે નીચે ક્યારેય જતા નથી પણ ઉત્તર-દક્ષિણ ગતિ સતત થયે રાખે છે માટે જ તેના અવસ્થિત માંડલા ન કહેતા અનવસ્થિત માંડલા કહ્યા છે. મેરૂપર્વત બધાની ઉત્તરમાં છે તેથી તાપદિશાની-વિવેક્ષાથી સૂર્ય-ચંદ્રનુંમરૂની નજીક જવું તે હંમેશા ઉત્તરાયણ, લવણસમુદ્રની તરફ જવું તે દક્ષિણાયન, આ રીતે તેઓ સતત ગતિ કરે રાખે છે. પ્રસ્તુત પ્રકારમાં ઉપયોગી દિશા 2 પ્રકારની છે. (1) તાપ દિશા (2) ક્ષેત્ર દિશા.. તાપ દિશા H જે ક્ષેત્રમાં જે બાજુથી સૂર્યનો ઉદય થાય તે તેના માટે પૂર્વ, જે બાજુથી સૂર્યનો અસ્ત થાય તે તેના માટે પશ્ચિમ, પૂર્વ સન્મુખ મુખ કરીને જમણી બાજુ જે આવે તે દક્ષિણ, અને ડાબી બાજુ જે આવે તે ઉત્તરદિશા કહેવાય... માટે આપણા માટે (ભરત ક્ષેત્ર માટે) જે દિશા પૂર્વ બને તેજ દિશા પૂર્વ મહાવિદેહ માટે પશ્ચિમદિશા બને. તેવી જ રીતે પશ્ચિમ મહાવિદેહ માટે જે પૂર્વ તે ભરત માટે પશ્ચિમ દિશા. એરવત માટે જે પૂર્વ કે પશ્ચિમ મહાવિદેહ માટે પશ્ચિમ દિશા. - -