________________ મકર રાજા ના નમઃ revows : -- | મંગલ પ્રકરણ (પદાર્થ સંગ્રહ) જબૂદીપ, ધાતકીખંડ, અર્ધપુષ્કરવરદ્વીપથી યુક્ત અઢી દ્વીપમાં સર્વમધ્યમાં 1 લાખ યોજન ઊંચો (સુદર્શન નામનો) મેરૂપર્વત આવેલો છે. ધાતકીખંડ, પુષ્ક રાધદ્વીપમાં પણ પૂર્વ-પશ્ચિમ ભાગના થઇને 4 મેરૂ 84000 યો. ઊંચા રહેલા છે. પણ જંબૂદ્વીપના મેરૂને કેન્દ્રમાં રાખી સમભૂતલાથી (જમીનનો સર્વ સામાન્ય અવયવ-જ્યાંથી બધા માપની ગણતરી થાય છે.) 790 યોજનથી 900 યોજન સુધીમાં અઢી દ્વીપના ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાના જ્યોતિષ દેવાના વિમાનો સતત ફરી રહ્યા છે. પરિભ્રમણશીલ તે વિમાનો ચર કહેવાય છે. અઢી દ્વીપની બહારના અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં રહેલા ચંદ્રાદિ જ્યોતિષ દેવોના વિમાનો સ્થિર હોય છે માટે તેને અચર વિમાનો કહે છે. ચર-અમર એમ બે ભાગમાં વહેંચાયેલા જ્યોતિક્ષકને વ્યવસ્થિત રીતે સમજવા નીચેના દારોનું વર્ણન કરવામાં આવે છે. દ્વારની સંખ્યા આ , દ્વારનું નામ અચર જ્યોતિશ્ચક્ર ચર જ્યોતિક્ષકની પંક્તિઓ અને આકાશમાં તેમનું સ્થાન. ચંદ્ર આદિના વિમાનોની બાહ્ય રચનાઓ તથા તેનું પ્રમાણ. સૂર્યના માંડલા અને તેની વિશેષ માહિતીઓ તથા દિવસ રાતના ભેદ. ચંદ્રના માંડલા અને તેની વિશેષ માહિતીઓ. નક્ષત્રના માંડલા અને તેની વિશેષ માહિતીઓ તથા સૂર્યચંદ્ર સાથે તેનો યોગ. પાંચ પ્રકારના માસ અને યુગની આદિ. - - - - -